પરિવારની એકની એક દીકરી રમતાં રમતાં ચોથા માળેથી નીચે પટકાતા મોત ને ભેટી…

સુરત (Surat):સુરતના પાંડેસરા વિસ્તારમાં વાલીઓ માટે લાલાબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પરિવાર બાળકને બેડ પર રમતી મૂકીને પોતાના કામમાં લાગી ગયા હતા. તે દરમિયાન બાળકી બારીની ગ્રીલ વચ્ચેની જગ્યામાંથી અચાનક ચોથા માળે થી  નીચે પટકાઈ હતી .

પરિવારમાં એકની એક દીકરી હતી

પાંડેસરાના આનંદ એપાર્ટમેન્ટમાં ચોથા માળથી નીચે પટકાતા બાળકીનુ મોત નીપજ્યુ છે. ચોથા માળની બારી નજીક બેડ પર રમતી હતી. તે દરમિયાન બાળકી નીચે પટકાઈ હતી. નીચે પટકાતા ત્રિશા સૌમિલ દેવા નામની બાળકીનુ મોત નિપજ્યુ છે.  પરિવારની એકની એક દીકરી ત્રિશાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, ત્યાં ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

થોડા સમય પહેલા પણ સુરતમાંથી આવી ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના પલસાણામાંથી પણ લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો હતો. પલસાણા વિસ્તારમાં રમતા રમતા પહેલા માળેથી દોઢ વર્ષના બાળકનું પટકાયા બાદ મોત નીપજ્યું . માતા ઘરમાં કામ કરી હતી  તે દરમ્યાન  બાળક નીચે પડી ગયું હતું .નીચે પડતા બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયુ હતું. બાળકના મોતને લઈ પરિવાર શોકમાં ગર્કાવ થઈ ગયું હતું