સુરત(surat):રાજ્યમાં અવાર નવાર વરસાદને લીધે અનિચ્છનીય બનાવ બનતા હોય છે,સુરતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે.વરસાદને કારણે એક યુવકને કરંટ લાગતા મોત થયું છે.
35 વર્ષીય યુવક ડી.બી પટેલ પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આઇસ્ક્રીમનું કાઉન્ટર ચલાવતો હતો. વરસાદ વરસતા લગ્નનાં મંડપ પાણીમાં ભીનો થઈ ગયો હતો. આ દરમિયાન મંડપના લોખંડના પાઇપમાં કરંટ ઉતરી આવતા યુવકને કરંટ લાગ્યો હતો.યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને મૃતક જાહેર કર્યો હતો.
મૂળ રાજસ્થાનનો વતની હતો, તે સુરતમાં 10 વર્ષ થી આઈસ્ક્રીમનો ધંધો કરતો હતો. યુવકનું અચાનક કરંટ લાગવાથી મોત નિપજતા બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
સુરતમાં બીપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો. જેના કારણે પબ્લિસિટીના બેનરો અને પતરા ઉડ્યા હતા. ભારે પવનના કારણે બેનરો ઉડતાં લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે,તેથી લોકોને બધી રીતે સાવચેત રહેવા અપીલ કરવામાં આવે છે.