દમણનો દરિયો બન્યો ગાંડોતુર,ફોટો જોઇને શ્વાસ પણ અધ્ધર થઇ જશે.

દમણ દરિયો:બિપરજોય વાવાઝોડાની અસર હવે દમણના દરિયા સુધી પહોંચી છે. જેના કારણે દમણ પ્રસાશન છેલ્લા ઘણા દિવસોથી સાબદું બની દરિયાઇ ગતિવિધી પર ખાસ નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાવાઝોડાની ગંભીર અસર થાય તેવી આગાહી કરી છે.જેમાં દમણના દરિયામાં પણ 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઊંચા મોઝા ઉછળવાની આગાહી કરાઇ છે. જેને કારણે દમણ પ્રસાશન દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

બિપરજોય વાવાઝોડા સંદર્ભે દમણના દરિયામાં પણ 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સાથે ઊંચા મોઝા ઉછળવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જેને કારણે તંત્ર દ્વારા પર્યટકો અને સ્થાનિક લોકોની સુરક્ષા અને સલામતી માટે 17મી જૂન સુધી દરિયા કિનારે પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે.

તંત્ર દ્વારા 17મી જૂન સુધી ત્રણ દિવસ માટે દમણ દરિયા કિનારે રસ્તો, જમ્પોર બીચ, મોટી દમણથી લાઇટ હાઉસ સુધી, સમુદ્ર નારાયણ મંદિરથી હોટલ પ્રિન્સેસપાકઁ, દેવકા બીચથી નાની દમણ સુધીના રસ્તાઓ બંધ રાખવા અને લોકોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ આદેશનો કોઇપણ ઉલ્લંઘન કરશે તો 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું છે.

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાત પાસે આવી રહ્યું છે તેમ તેમ દરિયાકિનારે દહેશત વધી રહી છે. રેડ એલર્ટમાં આવતા કચ્છ, દ્વારકા અને પોરબંદરના દરિયામાં તો ભારે કરંટ જોવા મળ્યો છે.  આજે ભારે કરંટથી દમણનો દરિયો તોફાની બન્યો છે. ભારે પવન ફૂંકાતા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં પવનની ઝડપમાં સતત વધારો થઇ રહ્યો છે.