અમદાવાદમાં લગ્નની લાલચ આપીને મહિલા બેન્કકર્મચારીને હોટલમાં લઇ ગયો, દુષ્કર્મ આચર્યુ ને પછી…..

અમદાવાદ(Amedavad):હાલ રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મના કિસ્સા ખુબ જ સામે આવે છે,હાલ અમદાવાદમાં વધુ એક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે.પીડિત મહિલા બેન્કમાં નોકરી કરતી હતી અને બેન્કમાં જ એક સહકર્મીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે.

અમદાવાદમાં બેન્કમાં નોકરી કરતી એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સહકર્મી સામે દુષ્ક્રમની ફરિયાદ નોંધાવી છે, મહિલા સાથે કામ કરતો યુવક વિક્રાંત ગોહિલ છે,વિક્રાંત ગોહિલે પરણિત હોવા છતાં મહિલાને પોતે અપરિણિત હોવાનું કહીને સંબંધો બાંધ્યા હતાં, મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ પણ આચર્યુ હતુ.

વિક્રાંત ગોહિલે તેને લગ્નની લાલચ આપી હતી અને બાદમાં તેને શ્યામલ પાસેની એક હૉટલમાં લઇ ગયો હતો અને ત્યાં બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતુ.

મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપી વિક્રાંત ગોહિલની ધરપકડ કરી લીધી છે.