સાયન્સ સિટીમાં રાષ્ટ્રીય વિજ્ઞાનની ઉજવણી કારણે પાંચ દિવસીય સાયન્સ કાર્નિવલનો થયો આરંભ.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 16 જૂલાઈ 2021ના રોજ ગુજરાત સાયન્સ સિટી 2.0નું ઉદ્ઘાટન કર્યા બાદ તે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિજ્ઞાનરસિયાઓ માટે મનપસંદ જગ્યા બની ગઈ છે. 16 જુલાઇ 2021 થી 26 ફેબ્રુઆરી 2023 સુધીમાં લગભગ 19 લાખથી વધુ મુલાકાતીઓ સાયન્સ સિટીની વિજ્ઞાનનગરીનો આનંદ મણીયો છે. વિજ્ઞાનની દુનિયામાં રસ દાખવતા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સાયન્સ સિટી એક લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. સાથે સાથે પાટણ, ભાવનગર, ભૂજ અને રાજકોટમાં આવેલા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો તથા જિલ્લા સ્તરે 33 લોકવિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ વિવિધ કાર્યક્રમો દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં સાબરમતી ખાતેના કેન્દ્રિય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ડ્રોન અને સેટેલાઈટના પાર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ વિદ્યાર્થીઓ માટે સાયન્સ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજકોટમાં શાળા – કોલેજોમાં વિજ્ઞાનને લગતા પ્રોજેક્ટો, ક્વિઝ, ચર્ચા સત્રોનું આયોજન કરાયું છે. આજથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન સાયન્સ સિટી અમદાવાદ ખાતે આજથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જેમાં સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઇટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3D રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. વિજ્ઞાનના વિકાસ માટે નવી ટેકનોલોજીનો અમલ કરવો, દેશમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા નાગરિકોને મહત્તમ તક મળે, લોકોને મહદ્અંશે વિજ્ઞાન તરફ આકર્ષાય તે માટે પ્રોત્સાહન આપવા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીને લોકપ્રિય બનાવવા માટે દર વર્ષે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ એ ભારતમાં વિજ્ઞાનને લગતા ઉજવાતા તહેવારો પૈકીનો મુખ્ય તહેવાર છે. સાયન્સ સિટી અમદાવાદ ખાતે 28 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી દરરોજ સવારે 10 વાગ્યાથી 8 વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો જેમ કે, સાયન્સ મેજિક શો, સાયન્સ શો, સાયન્સ ગેમ્સ, સાયન્સ ડિસ્કશન્સ, સાયન્ટિફિક એક્ઝિબિશન, સાયન્સ બુક ફેર, લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ 3D રંગોલી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથો-સાથ ચાર અન્ય રિજિનલ સાયન્સ સેન્ટર જેમ કે પાટણ, ભાવનગર, ભૂજ, રાજકોટમાં અલગ અલગ રીતે સ્થાનિક સ્તરો પર કાર્યક્રમનું આયોજન કર્યું છે.

આ ઉપરાંત જિલ્લા સ્તરે 33 લોક વિજ્ઞાન કેન્દ્રો પર પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સાયન્સ સીટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. અહીં પ્રવેશદ્વાર પર અચંબિત કરી દેનાર ટ્રાન્સફોર્મર રોબોટની પ્રતિકૃતિનું પણ નિદર્શન કરાયું છે. આ ગેલેરીમાં ખાસ રીતે તૈયાર કરાયેલા હ્યુમનોઈડ રોબોટ આનંદ, આશ્ચર્ય અને ઉત્સાહ જેવી અનેક ભાવનાઓ વ્યક્ત કરે છે અને મુલાકાતીઓ સાથે વાતચીત કરે છે. ગેલેરીના અલગ-અલગ માળ પર વિવિધ ક્ષેત્રના રોબોટ્સ મેડિસિન, એગ્રીકલ્ચર, સ્પેસ, ડિફેન્સ સહિતના ક્ષેત્રે તેની ઉપયોગીતાનું પ્રદર્શન કરે છે. અહીંના રોબોકાફેમાં રોબો શેફ દ્વારા બનાવાયેલું ભોજન રોબો વેઈટર્સ દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. એટલું જ નહિ, 16 રોબોગાઈડ અહીં આવતા મુલાકાતીઓને ગાઈડ પણ કરે છે.