અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના ભોજનમાંથી નીકળી ગરોળી, દર મહિને હોટલ કંપનીને રૂ. 40 લાખ ચૂકવવામાં આવે છે .

અમદાવાદ (Amdavad ):: કોઇપણ દર્દી હોસ્પિટલમાં ત્યારે જ આવતા હોય છે કે જ્યારે તેઓ સ્વસ્થ ન હોય. જો કે અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં  સ્વસ્થ થવા આવનારા દર્દીઓની હાલત વધુ કફોળી બની જાય તેવી ઘટના સામે આવી છે .મળતી જાણકારી મુજબ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને હોસ્પિટલ તરફથી ભોજન આપવામાં આવતું હોય છે. આ ભોજન એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલમાંથી મોકલવામાં આવે છે .

આજે શારદાબેન હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને જમવાનું આપવામાં આવ્યું હતું, એમાં મગની દાળ આપવામાં આવી હતી, જેમાંથી ગરોળી નીકળી હતી. આ ગરોળીવાળું ભોજન આરોગ્ય બાદ તરત જ ત્રણ જેટલા દર્દીને ઝાડા-ઊલટી થવાનાં શરૂ થઈ ગયાં હતાં. બે જેટલા દર્દીઓને તો ખૂબ જ ઊલટી થઈ હતી, જેને ઇન્જેક્શન આપવું પડ્યું હતું.ત્યારે ભોજનમાં આવી બેદરકારી બદલ કેન્ટીનના કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાય તે જરુરી છે.

દર મહિને અપોલો સિંદૂરી હોટલ કંપનીને રૂ. 40 લાખ ચૂકવવામાં આવી રહ્યાં છે. શારદાબેન અને એલજીમાં અંદાજે 500થી 600 અને નગરી હોસ્પિટલમાં 15થી 20 દર્દીને ભોજન આપવામાં આવે છે.