‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો પાછલા 15 વર્ષોથી દર્શકોને ખૂબ જ એન્ટરટેઇન કરી રહ્યો છે. તેના દરેક કેરેક્ટરને લોકો ખૂબ જ પસંદ કરે છે. શોમાં દયાબેન નો રોલ ભજવીને ઘર-ઘરમાં ફેમસ થયેલી દિશા વાકાણી ના ફરી શોમાં પરત ફરવાને લઇને ઘણીવાર વાતો થઇ છે.
શોમાં દયાબેનના ભાઈ સુંદર આ દિવસોમાં બધાને ખુશી-ખુશીથી કહી રહ્યા છે કે દયાબેન આ વર્ષે નવરાત્રિ અને દિવાળી પર મુંબઈ પરત ફરી રહ્યાં છે.આ જાહેરાત બાદ શોના ફેન્સ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા. ચાહકોની માગ છે કે મેકર્સ શોમાં દયાબેનની ભૂમિકામાં અભિનેત્રી દિશા વાકાણીને લાવે.
બીજી તરફ કેટલાક ચાહકોનું કહેવું છે કે જો દયાબેનના રોલમાં નવી અભિનેત્રીને લોન્ચ કરવામાં આવશે તો તેઓ આ શો જોવાનું બંધ કરી દેશે.અગાઉ એક ઇન્ટરવ્યૂમાં શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે ‘તેઓ ઘણાં વર્ષોથી દિશાના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હવે તેઓએ દયાબેનના રોલ માટે નવી અભિનેત્રીની શોધ શરૂ કરી છે. પરંતુ દયાબેનની જગ્યા અન્ય એક્ટ્રેસને આપવી સરળ નથી.
દિશા વાકાણી 2017માં મેટરનિટી લીવ પર ગઈ હતી અને ક્યારેય પાછી આવી નથી. શોના ફેન્સ અને મેકર્સ છેલ્લાં 6 વર્ષથી તેના કમબેકની રાહ જોઈ રહ્યા છે.