દઢાલ ગામેથી બુટલેગર દ્વારા એક મકાનમાં દારૂ વેચાણ અર્થે રાખ્યો હોવાની માહિતીના આધારે રેઇડ કરી હતી.

ભરૂચ LCB ટીમે અંકલેશ્વરના દઢાલ ગામેથી બુટલેગર દ્વારા એક મકાનમાં દારૂ વેચાણ અર્થે રાખ્યો હોવાની માહિતીના આધારે રેઇડ કરી હતી.

અંકલેશ્વરના દઢાલ ગામે પોલીસે રેઇડ કરી દારૂ સાથે એક મહિલાને ઝડપી પાડી, ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

દારૂની બોટલો અને બીયરના ટીન સહિત કુલ રૂપિયા 61,300 નો મુદ્દામાલ કબ્જે કરીને એક મહિલાને ઝડપી પાડી બે વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

ભરૂચ એલ.સી.બી.ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે સમય દરમ્યાન ટીમને માહિતી મળી હતી કે, અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે નવીનગરીમાં રહેતા અબ્દુલકાદર ઇબ્રાહીમ શાહ તથા તેની પત્ની સુશીલા ગેરકાયદેસરનો ભારતીય બનાવટનો દારૂનો જથ્થો મંગાવેલો છે. તેઓએ ઇન્દીરા આવાસ ખાતે બંધ ધરમાં દારૂ સંતાડી મુક્યો છે. LCB ની ટીમે માહિતીના આધારે સ્થળ ઉપર રેડ કરતા મકાનમાંથી દારૂ અને બીયરના ટીન નંગ 299 રૂ.61,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસે રેડમાં સ્થળ ઉપરથી દઢાલ ગામની નવીનગરીમાં રહેતી સુશીલા D/O જંયતિ હીરાભાઇ વસાવા કે જે અબ્દુલકાદર ઇબ્રાહીમ શાહની પત્નીને ઝડપી પાડી હતી. જ્યારે અબ્દુલકાદર ઇબ્રાહીમ શાહ રહે નવીનગરી દઢાલગામ તા અંકલેશ્વર,જી.ભરૂચ, રેખાબહેન સંતીષભાઇ ઉર્ફે ગાંડો ચંદુભાઇ વસાવા રહે નવાગામ કરારવેલ તા. અંકલેશ્વર જી ભરૂચ અને એક અજાણ્યો ઇસમને વોન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.