સુરતમાં વરાછામાં રત્નકલાકારે સગાઈ તૂટતાં કટર વડે જાતે ગળું કાપી જીવનનો અંત આણ્યો.

સુરત(surat):રાજ્યમાં અવારનવાર પ્રેમ પ્રકરણને લઈને ઘટના સામે આવતી હોય છે,સુરતમાં  એવી જ એક ઘટના સામે આવી છે,જેને લઈને ચકચાર મચી જવા પામી છે.વરાછામાં રત્નકલાકારે ઘરમાં વાયર કાપવા માટે રાખેલા ગ્રાઈન્ડર કટર મશીન વડે પોતાનું ગળુ કાપી આત્મહત્યા કરી લીધી હોવાનો હીચકારો બનાવ સામે આવ્યો છે.

સગાઈ તુટી જતા બે મહિનાથી યુવક ડિપ્રેશનમાં રહેતો હતો, તેના લીધે આવું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.નાના વરાછા માં રહેતો ૨૭ વર્ષનો શનિ જયકિશન પાટિવાલા હીરાના કારખાનામાં કામ કરતો હતો.

તેના પિતા જનરેટર રીપેરીંગનું કામ કરતા હોવાથી ઘરે વાયર કાપવા માટે ગ્રાઈન્ડર કટરનો ઉપયોગ કરતા હતા. રવિવારે સવારે શનિએ આ ગ્રાઈન્ડર કટર મશીન વડે પોતાનુ ગળુ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કટરથી શનિનુ ગળુ  કાપવાના કારણે લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા,તેથી ડોક્ટરે શનિને મૃત જાહેર કર્યો હતો. 3  બહેનો વચ્ચે એક નો એક ભાઈ હતો તેથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.