સુરત(surat):રાજ્યમાં દિવસે ને દિવસે દગાખોરી વધતી જાય છે,કોઈ કોઈનું પૈસા માટે સારું ઇચ્છતું નથી.સુરતમાં ડિંડોલીના શ્રીહરીનગરમાં રહેતા રાહુલ ધનરાજ કુંભાર સાડીના ગોડાઉનમાં કામ કરે છે.2020થી તેની સાથે કામ કરતો મુંબઇનો જનક સુરેશભાઇ વાઢેર પરિવારજનો સાથે વાત કરવા રાહુલના ફોનનો ઉપયોગ કરતો હતો.
ફોન માંગીને જનકે રાહુલના ફોનમાંથી બેંક વિવિધ જાણી લીધા બાદ અલગ અલગ સમયે એચડીએફસી બેંકના ક્રેડીટકાર્ડમાંથી 48971, તેમજ 30 હજારની જમ્બો લોન, એક્સીસ બેંકના ક્રેડીટ કાર્ડમાંથી 1 લાખ તેમજ પેટીએમ વોલેટમાંથી 31 હજાર અને ઇનકાર્ડ સ્માર્ટ કોઇન એપ્લીકેશનમાંથી 5 હજાર મળી કુલ્લે રૂા. 2.19 લાખ ઉપાડી લીધા હતા.
બનાવ અંગે રાહુલે સામે ઉધના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.