સુરતમાં એક મહિના પહેલા લગ્ન કરનારી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગયો…

સુરત (Surat):સુરત શહેર માં આપઘાત ના કિસ્સામાં દિવસે ને દિવસે  વધારો થતો જોવા મળ્યો છે એવામાં  વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રની 21 વર્ષીય અશ્વિની સાગર ઢિવરે નામની યુવતિના એક મહિના પહેલા સુરતના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તે સાસરે ડીંડોલી વિસ્તારમાં આવેલા મોદી એસ્ટેટ ખાતે રહેતી હતી.

તેણે અગમ્ય કારણોસર જીવન ગળાફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થયા બાદ પરિવારજનોએ 108ને કોલ કર્યો હતો, 108 એ આવીને યુવતીને તપાસી મૃત જાહેર કરી હતી. જે બાદ પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતા ડીંડોલી પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.

નવોઢાના હાથમાંથી હજી મહેંદીનો રંગ પણ ઉતર્યો નહોતો ત્યાં જ આવું પગલું ભરતા અનેક પ્રકારના તર્કવિતર્ક થઈ રહ્યા છે.