ઉનાળા અને ચોમાસામાં રક્તની સર્જાતી અછતમાં રક્તદાન કેમ્પ જીવનદીપ સમાન:મહિલાઓમાં જાગૃતિ, 110 મહિલાઓનું રક્તદાન

ભાવનગર (Bhavnagr): ભાવનગરમાં  મહિલાઓ સામાજિક કાર્યમાં આગળ આવી હતી .ગત રવિવારે કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ 316 બોટલ યુવાનોએ રક્તદાન કર્યું હતું. હાલમાં બ્લડ બેંકોમાં પણ રક્તની ખૂબ જ આવશ્યકતા રહે છે. ત્યારે વર્તમાન સમયમાં થતા રક્તદાન કેમ્પ પણ ઘણા લોકોનો જીવ બચાવે છે. રાજપુત યુવા સંઘ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં મહિલા રક્તદાતાઓ પણ મોટા પ્રમાણમાં આગળ આવ્યા હતા.

ઉનાળા અને ચોમાસાની ઋતુ દરમિયાન બ્લડ ડોનેશન ઓછું થવાને કારણે બ્લડ બેંકોમાં પણ લોહીની અછત સર્જાતી હોય છે. ત્યારે વર્તમાન સમયમાં મહિલા રક્તદાતાઓ પણ આ સામાજિક કાર્યમાં આગળ આવ્યા છે. કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં 110 થી વધુ મહિલાઓએ રક્તદાન કર્યું હતું. જે મહિલાઓમાં પણ રક્તદાન સંદર્ભે જાગૃતિનું ઉદાહરણ છે.

કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા છેલ્લા 30 વર્ષથી જુલાઈ માસના પ્રથમ રવિવારે રક્તદાન કેમ્પ યોજાતો હોય છે. જે પ્રણાલી ભારે વરસાદ અને વાવાઝોડાના કપરા સમયે પણ અવિરત ચાલી રહી છે.પુરુષો સામે મહિલાઓની જાગૃતિ રંગ લાવી હતી. રક્તદાન કેમ્પમાં 110 મહિલાઓએ રક્તદાન કર્યું હતું. જે ખરેખર આવકારદાયક છે..આ કાર્યક્રમને અક્ષરવાડી મંદિરના મહંત સોમ પ્રકાશ સ્વામીજી , યોગમુની સ્વામીજી , ભાવનગર મહાનગર પાલિકાના કમીશ્નર એન.વી. ઉપાધ્યાય, કારડીયા રાજપૂત વિકાસ મંડળના પ્રમુખ નારણભાઈ મોરી તેમજ કારડીયા રાજપૂત યુવા સંઘના પ્રમુખ અભયસિંહ ચૌહાણ દ્વારા દીપ પ્રગટ્યા કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સમાજના આગેવાનો અને ડોકટરો , છાત્રાલયના વિદ્યાર્થીઓ, સરકારી અધિકારીઓ, મહિલા રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા સંઘની સમગ્ર ટીમ અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.સમગ્ર જિલ્લામાંથી ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ પણ કરવામાં આવ્યું હતું.