સુરતના ભક્તના પૈસા અટવાયેલા હોવાથી હમેશા ચિંતામાં રહેતા મોગલ માં ની માનતા થી થયો ચમત્કાર….

માં મોગલના પરચા અપરંપાર છે,માં મોગલ તેના ભક્તોના બધા જ દુખ દુર કરે છે,માં મોગલ કબરાવ ખાતે હાજર હજૂર છે,માં મોગલે ઘણા બધા ભક્તોને પરચા આપ્યા છે,માં મોગલે હમણાં જ સુરતના ભક્તને પરચો આપ્યો હતો.

તાજેતરમાં જ સુરત થી કચ્છ સુધી એક ભક્ત આવ્યા હતા. તેમનું નામ વિપુલભાઈ હતું. વિપુલભાઈ ઘણા સમયથી પૈસાને લઈને ચિંતામાં રહેતા હતા. તેના રૂપિયા ફસાયા હતા અને તેમને ચિંતા હતી કે હવે તે રૂપિયા પરત નહીં મળે. તેમણે આ ચિંતામાં માતા મોગલ ને યાદ કર્યા અને એવો ચમત્કાર થયો કે તેમના રૂપિયા પરત મળી ગયા.

રૂપિયા પરત મળી જતા જ તેઓ  તરત જ કબરાઉ ધામ આવ્યા અને મણીધર બાપુને 11000 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને તેને પરત આપી અને કહી દીધું કે આ રૂપિયા તેના ઘરની બહેન અને દીકરીઓને આપી દેજો.

વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે,માં મોગલ રૂપિયાના નહિ પરંતુ ભાવ ના ભૂખ્યા છે.