કબરાઉ વાળી માતાએ આપ્યો યુવકને પરચો,યુવકને વિદેશ જવા માટે અટકતા હતા વિઝા,યુવક પહોચ્યો માં ના ચરણોમાં…

માં  મોગલના  પરચા ખુબ જ અપરંપાર છે,માં મોગલ તેના ભક્તોના દુખ અવશ્ય દુર કરે છે,દુર દુર થી લોકો  માના દર્શન કરવા આવે છે.,અને મોગલ માના ચરણોમાં માનતા પૂરી કરે છે,માં મોગલ નું નામ લેવાથી જ માં કામ કરે છે,કચ્છના કબરાઉ ઉપરાંત ભાવનગરમાં પણ માતા મોગલ નું ભગુડા ગામ આવેલું છે.

માં મોગલે અનેક લોકોને પરચા આપ્યા છે, યુવકની મનની ઈચ્છા માતાએ પૂરી કરી ,આ યુવકને અભ્યાસ કરવા માટે વિદેશ જવું હતું પરંતુ તે ઘણી તૈયારીઓ કરતો હોવા છતાં કોઈને કોઈ વાતે કામ અટકી જતું. તેણે પોતાનું કામ પૂરું પડે એ માટે માતા મોગલ ની માનતા રાખી. તેવામાં પ્રયત્ન કર્યાની સાથે જ તે પાસ થઈ ગયો અને વિદેશ જવાનું નક્કી થઈ ગયું. માનતા પૂરી થતાં તે 5000 રૂપિયા લઈને કબરાવ આવ્યો.

મંદિરે દર્શન કરીને તે મણીધર બાપુને મળ્યો, મણીધર બાપુએ જણાવ્યું કે તે 5000 રૂપિયા શા માટે આપવા માંગે છે. ત્યારે તેને જણાવ્યું કે તેની માનતા હતી કે વિદેશ જવાનું નક્કી થશે તો તે કબરાવ આવીને 5,000 ચડાવશે. ત્યારે મણીધર બાપુએ તેની ઉપર એક રૂપિયો મૂકીને તેને કહ્યું કે આ રૂપિયા તારી બહેનને આપી દેજે,માં રૂપિયાના ભુક્યા નથી,માં તો ભાવ ના ભૂખ્યા છે.