શહેરનાં પાલ વિસ્તારમાં સ્કૂલ બસે સાત વર્ષનાં બાળકને અડફેટે લીધો છે. જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આ સાત વર્ષનો બાળક માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો તે દરમિયાન સ્કૂલ બસે તેને ટક્કર મારી હતી અને બાળકનો જીવ ગયો છે. રાજ્યમાં સતત અકસ્માતની ઘટના જોવા મળે છે. આવી જ અકસ્માતની એક ઘટના સુરતના પાલમા બની છે. પાલની સ્કૂલ બસે 7 વર્ષના બાળકને અડફેટમા લેતા બાળકનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બપોરના સમયે બાળક તેની માતા સાથે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે સમયે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલની બસે બાળકને અડફેટમા લેતા અકસ્માત સર્જોયો હતો. આ બાળકને ગંભીર ઇજા પહોંચતા પહેલા અડાજણ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.
તેનુ સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ છે. આ ગોઝારા અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ છવાઇ ગયો હતો. પીડિત બાળકને તાત્કાલીક ધોરણે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ગઈરાત્રે સારવાર દરમિયાન બાળકનું મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. બાળકને અડફેટમા લીધેલ ઘટનાને લઈને પાલ પોલીસે ગુનો નોધાવ્યો છે અને તેની આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બાળકને અડફેટમા લઈ આરોપી ફરાર થયાનું સામે આવી રહ્યું છે.
આ અગાઉ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં લગ્નના વરઘોડાને અકસ્માત નડ્યો હતો. મોડી રાત્રે વરઘોડાને નડેલા અકસ્માતમાં 1 મહિલાનું મોત થયું હતું અને 20થી વધુ લોકો ઇજાગ્ર્સ્ત થયા હતા. જે હાલ સારવાર હેઠળ હતા. આ અકસ્માત અંગે પોલીસે ઇજાગ્રસ્તો પાસેથી વધારે માહિતી મેળવી હતી અને સમગ્ર ઘટના કેવી રીતે બની તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, આ બાળક પોતાની માતા સાથે રસ્તો ઓળંગી રહ્યો હતો. તે ડિવાઇડરથી જેવા નીચે ઉતર્યો તેવો જ માતાના હાથમાંથી બાળકનો હાથ છૂટી ગયો હતો અને તે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ બસની અડફેટે આવી જતા કચડાઇ ગયો હતો.