ઊંઘમાં સૂતેલી મહિલાને ટ્રક ચાલકે કચડી નાખી, મહિલાનું કરુણ મોત… 3 દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી…

રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં જ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,જેમ 3 દીકરીની માતાનું દુખદ મોત નીપજ્યું છે.,કારખાનામાં સુઈ રહેલી મહિલાને માલ સામાન ઉતારવા આવેલા ટ્રકે કચડી નાખી હતી.

મળતી માહિતી મુજબ,અકસ્માતની ઘટના હરિયાણાના પાણીપતમાંથી સામે આવી રહે છે.  મૃત્યુ પામેલી મહિલાનું નામ સવિતા હતું અને તેની ઉંમર 39 વર્ષની હતી. સવિતા ઓમ બાલાજી ટેક્સટાઇલ ફેક્ટરીમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે સહાય કરતી હતી.

મળતી માહિતી અનુસાર,સવિતાબેન ફેક્ટરીનું કામ પૂરું કરીને આરામ માટે સુતા હતા,ફેક્ટરીમાં સામાન ઉતારવા આવેલા ટ્રક ચાલકે મહિલાઓ પર ટ્રક ચડાવી દીધો હતો. આ કારણોસર મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેથી તેનું ઘટના સ્થળે જ  મોત થયું હતું. આ ઘટના બનતા જ 14 વર્ષની દીકરી, 8 વર્ષની દીકરી અને 6 વર્ષની દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે.

ટ્રક ચાલકે પરિવારના લોકોને તરત જ જાણ કરત તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા,મૃત સવિતાબેનને જોઇને પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી,પોલીસે ટ્રક ચાલક  સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.