રાજકોટમાં 26 વર્ષની મહિલાએ વાડીમાં ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું…

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો છે,જેમાં એક 26 વર્ષની મહિલાએ આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

મળતી માહિતી મુજબ,રાજકોટના પડધરીના દેડકદડ ગામની સીમમાં રહેતી  26 વર્ષીય રસિલાબેન મુકેશભાઈ વસુમિયા નામની પરિણીતાએ ત્રણ દિવસ પહેલાં અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં પ્રથમ પડધરી અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પરંતુ,  ટુકી સારવાર બાદ  તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ સ્ટેશને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અનર તાતકાલીક ધોરણે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ બનાવ અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. મૃતક મૂળ મધ્યપ્રદેશના વતની હતાં અને તેના લગ્ન બે વર્ષ પહેલા થયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.