સુરતમાં શિક્ષક પતિએ ટૂંકાવ્યુ જીવન, બે દીકરીઓના પિતા હતા શિક્ષક

સુરત શહેરનાં અલથાન વિસ્તારમાં રહેતા પટેલ નીતિનભાઇ જસુભાઇએ ગળેફાંસો ખાઇને પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. મૃતક શિક્ષકને સંતાનોમાં બે દીકરીઓ પણ છે. પત્ની અને પરિવાર કોઇ પ્રસંગમાં બહાર ગયા હતા ત્યારે જ યુવાને ગળેફાંસો ખાઇ લીધો છે. જીવન ટુંકાવ્યા પાછળ નું કોઈ કારણ બહાર આવ્યું નથી તો બીજી તરફ યુવાનના મોતને પગલે પરિવારમાં શોકનુ મોઝુ ફરી વળ્યુ છે.મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ અસ્વીકાર કર્યો છે. પોલીસ દ્વારા વારંવાર યુવાનને ધમકી આપાતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. હાલ પરિવારે આ મામલે ન્યાયની માગ કરી છે.

અગાઉ પણ સુરતમાં આવી ઘટના સામે આવી હતી.

અગાઉ પણ સુરતમાં આવી ઘટના સામે આવી હતી.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામમાં રહેતા મૂળ બિહારનો વતની 19 વર્ષીય પ્રદીપ કુમાર ઉપેન્દ્ર રામ લુમ્સ ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પ્રદીપના લગ્ન એક જ મહિના અગાઉ થયા હતા. ગતરોજ સાંજના સમયે કામ પરથી આવી કોઈ અગમ્ય કારણોસર પ્રદીપે ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના આપઘાતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. પત્ની નયના ઊંઘમાંથી ઉઠી અને જોયું તો પતિ તેની સાથે બેડરૂમમાં નહોતો. જેથી બેડરૂમનો દરવાજો ખોલી બહાર આવી જોયું તો અન્ય રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પતિને અડધી રાતે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોઈ પત્ની ગભરાઈ ગઈ હતી. અને પત્ની નયનાએ બુમાબૂમ કરી હતી. જેને લઇ પરિવારના લોકો દોડી આવ્યો હતો. ઘટનાની જાણ થતા સચિન જીઆઇડીસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સમગ્ર મામલે સચિન જીઆઇડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જોકે, યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે જાણવા મળ્યું નથી. હાલ તો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ બાદ જ આત્મહત્યાનું કારણ બહાર આવશે.