સુરત (Surat):ઓલપાડ તાલુકાના સાયણ ગામની આમ્રવન સોસાયટી ના રહીશ કિશોરભાઈ ભગવાનજીભાઈ હરસોરા ની સુપુત્રી ડૉ.નિકિતા પીઠવા નો 3 વર્ષ 3 મહિના અને 1 દિવસના ક્રિયાંશે અનોખી સિધ્ધિ મેળવી છે.નિકિતાબેન નો પરિવાર ધાર્મિક અને આધ્યાત્મિક હોય ઘરના સભ્યો જયારે પણ પૂજા પાઠ કરતાં હોય ત્યારે ક્રિયાંશ પણ શ્લોક કે મંત્રો કે દેવી દેવતા ના પાઠ કરે છે.
ક્રિયાંશની માતા નિકિતા પીઠવા એ દિવ્ય ભાસ્કર ને માહિતી આપતા જણાવ્યુ કે તેમનો દીકરો નાનપણ થી જ ગીત ગાવાનો શોખીન હોય તેણે માત્ર બે વર્ષની નાની વયે રાષ્ટ્ર ગીત ગાવા સાથે આટલુજ નહિ હોય ત્યાં તે તે શિવજીના ૧૨ જ્યોતિર્લિંગ ના બ્લોક પણ સારી રીતે બોલે છે.કહેવત છે મોરના ઈંડા ચીતરવા ન પડે, ત્યારે ડોક્ટર દંપતીનો ત્રણ વર્ષના દીકરાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
જયશ્રી રામ અને હનુમાનના નારા લગાવતા મોટી ઉમરના યુવકોને આખી હનુમાન ચાલીશા મોઢે ન હોય એવું બની શકે ત્યારે માત્ર ૩ વર્ષનો ક્રિયાંશ પીઠવાએ સૌથી નાની વયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો વિશ્વ વિક્રમ પોતાના નામે અંકિત કર્યો છે. ૭ મે ૨૦૨૩ ના રોજ વડોદરા થી ક્રિયાંશ પીઠવા એ આ સિધ્ધિ હાંસલ કરતાં ઇન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડ તરફ્થી ક્રિયાંશને મેડલ અને પ્રમાણપત્ર થી સન્માન કરાયો છે.