ત્રણ મહિના પહેલાં જ વતનથી સુરત રોજગારી માટે આવેલા યુવકનું રહસ્યમય મોત: શોધખોળ કરતાં પાણીની ટાંકીમાંથી મળ્યો..

સુરત (Surat): સુરતમાં વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો હતો .મૂળ મહારાષ્ટ્રનો 37 વર્ષીય સંતોષ દેવીદાસ પાટીલ ઉધના ત્રણ રસ્તા પર રહેતો હતો. ત્રણ મહિના પહેલાં જ વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો. તેના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી છે, જેઓ વતન રહે છે

સંતોષ સુરતમાં એકલો ગામવાસીઓ સાથે રહેતો હતો .સંતોષ બે મહિના પહેલાં વેસુમાં નિર્માણાધીન બિલ્ડિંગ રાજહંસ ક્રિમોનિયમાં કામે લાગ્યો હતો, જેમાં વતનવાસીઓ સાથે કામ કરતો હતો. સંતોષ બિલ્ડિંગમાં આવેલા ત્રણ બેઝમેન્ટમાં સફાઈ કામગીરી કરતો હતો.સુરતના વેસુ વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારોની ગણતરી ચાલી રહી હતી ત્યારે એક કામદાર ઘટ્યો હતો, આથી સાથી કામદારોએ તેની શોધખોળ કરતાં ઘૂંટણ સુધી ભરેલી પાણીની ટાંકીમાંથી મળ્યો હતો.

જેથી સાથી કામદારો હોસ્પિટલ લઈને પહોંચ્યા હતા. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.વતનવાસી મિત્ર કિશોરે જણાવ્યું હતું કે હાલ તો તેના મોતનું કારણ જાણવા મળ્યું નથી. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે. વતન રહેતા તેના પરિવારને જાણ કરતાં તેઓ પણ દોડી આવ્યા છે.સંતોષના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

બે સંતાનોએ  પિતાની છત્રછાયા ગુમાવી છે. પોસ્ટમોર્ટમ બાદ સંતોષના મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે અને વતન લઈ જવાશે.