સુરતમાં પાંડેસરામાં બાથરૂમની દીવાલ ધસતા દબાઈ ગયેલા 6 વર્ષના બાળકનું મોત.

સુરત(surat):રાજ્યભરમાં મોતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલ વધુ એક સુરતમાંથી મોતનો બનાવ સામે આવ્યો છે, શહેરમાં પાંડેસરામાં ઘરની પાછળ રમતા રમતા બાથરૂમની દીવાલ પર ચડવાનો પ્રયાસ કરતી વખતે અચાનક દીવાલ ધસી પડતા 6 વર્ષીય બાળકનું મોત થયું હતું.

મળતી માહિતી પ્રમાણે,પાંડેસરા શાંતીવન સોસાયટી ખાતે રહેતા અજયભાઈ ગૌડ એમ્બ્રોઈડરીના કારખાનામાં કામ કરે છે., રવિવારે સવારે તેમનો 6 વર્ષીય પુત્ર અર્પિત ઘરની પાછળ રમતો હતો, રમતા રમતા અર્પિત ઘરની પાછળના બાથરૂમની દીવાલ પર ચડતો હતો. દરમિયાન અચાનક દીવાલ ધસી પડતા અર્પિત દીવાલના કાટમાળ નીચે દબાઈ ગયો હતો, અને ગંભીર રીતે ઘવાયો હતો.

દીવાલ ધસી પડતા આસપાસના રહીશો દોડી ગયા હતા અને અર્પિતને બહાર કાઢી રિક્ષામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.,ત્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું,બાળકનું આમ અચાનક મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાય હતી.