અંધશ્રદ્ધાનો ભોગ બની એક માસુમ :વિરમગામની 10 મહિનાની બાળકી બીમાર પડતાં વડગામના મંદિરે ભૂવાએ ગરમ સોયના ડામ આપ્યા,

રાજકોટ (Rajkot ):અંધશ્રદ્ધાને કારણે અનેક લોકોને જીવ ગૂમાવવો પડી રહ્યો છે. જેમાં માસુમ બાળકોનો પણ ભોગ લેવાતો હોય છે.વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં આજે પણ સતત અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વિરમગામમાં શાકભાજીનો વેપાર કરતા માસૂમના દાદાએ જણાવ્યું હતું કે તેમના પુત્રની 10 માસની બાળકીને શરદી-ખાંસી થતા તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાના બદલે ભૂવા પાસે લઈ જવામાં આવી હતી, બિમાર બાળકીને વડગામમાં આવેલા સિકોતર માતાજી મંદિરમાં એક મહિલા દ્વારા બાળકીને પેટના ભાગે ગરમ કરેલી વસ્તુ દ્વારા ડામ આપવામાં આવ્યો હતો.

જેના કારણે બાળકીની હાલત વધારે ગંભીર થઈ હતી, જેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યારે ડામ આપનારી મહિલા ફરાર થઈ ગઈ છે. મળતી જાણકારી મુજબ બાળકીને ડામ આપ્યા તે પહેલા તેને ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેની સારવારના 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થવાની વાત ડોક્ટરે કરી હતી.

પરિવાર પાસે  તાત્કાલિક આટલા રૂપિયા એકઠા કરવા મુશ્કેલ હતા ત્યારે તેમના સગાએ ડામ આપવાની વાત કરી હતી જેથી તેને ડામ આપવા માટે લઈ ગયા હોવાનું પરિવારે કબૂલ્યું હતું