30 વર્ષની નાની ઉમરે જ સાઉથની ટીવી એક્ટ્રેસના પતિએ કહ્યું અલવિદા,હજુ લગ્નને 1 વર્ષ જ થયું હતું.

અવાર નવાર ટેલીવિઝન ની દુનિયામાંથી દુખદ સમાચાર આવત હોય છે,સાઉથની જાણીતી ટીવી એક્ટ્રેસ શ્રુતિ શનમુગ પ્રિયા પર દુઃખોનો પહાડ ટુટી પડ્યો છે. શ્રુતિના પતિ અરવિંદ શેખરનું અચાનક મોત થયું છે.,અરવિંદના મોતનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવ્યું છે. હમણાં જ ગત તા. 2 ઓગસ્ટના રોજ અરવિંદનું મોત થયું હતું,

30 વર્ષના અરવિંદ શેખર એક બોડી બિલ્ડર હતા. કપલના લગ્ન મે 2022માં થયા હતા. અરવિંદ શેખર વ્યવસાયે ફિટનેસ કોચ હતા. તેમની ઉંમર 30 વર્ષની હતી. રિપોર્ટ પ્રમાણે હાર્ટ એટેક આવવાથી અરવિંદ શેખરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. ગયા વર્ષે થયેલી મિસ્ટર તમિલનાડુ 2022 પ્રતિયોગિતાનો ખિતાબ પણ અરવિંદે જીત્યો હતો.

મે મહિનામાં આ કપલે તેની પહેલી વર્ષગાંઠ મનાવી હતી. અરવિંદના ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર ધ્યાન આપવા આવે તો તે એન્જિનિયર પણ હતા.પતિના મોત બાદ શ્રુતિ શનમુગ પ્રિયા શોકમાં ડુબી ગઈ છે.

તેણે પતિના નામે એક પોસ્ટ શેર કરી છે, અરવિંદ શેખર સંગ હેપ્પી અને રોમેંટિક ફોટો શેર કરતાં શ્રુતિએ લખ્યું છે કે, માત્ર શરીર દુનિયા છોડીને ગયું છે. પરંતુ તારી આત્મા અને મન મારી પાસે છે અને મને અત્યાર સુધી સુરક્ષિત રાખી છે અને હંમેશા રાખશે. તમારી આત્માને શાંતિ મળે મારા પ્રિય અરવિંદ શેખર.