ગુજરાતી વેપારીની મુંબઈની હોટલમાં કરાઈ હત્યા, વેઇટરે જ કર્યો હતો જીવલેણ હુમલો.

અવાર નવાર હત્યાના બનાવ બનતા હોય છે,મુંબઈ શહેરમાં વધુ એક હત્યા નો બનાવ સામે આવ્યો છે,ઉપલેટાના વેપારી કાળાભાઈ રામભાઈ સુવાનીની હત્યા મુંબઈની હોટલમાં એક વેઇટરે કરી હોવાનું સામે આવ્યુ છે. આ મૃતક 65 વર્ષના હતા.

કાળાભાઇ સુવાની ઉપલેટા તાલુકાના આહીર અગ્રણી અને સિટીઝન જીમખાનાના પ્રમુખ હતા.  મુંબઈની પ્રિન્સ હોટલમાં વેઇટરે પહેલા તેમની પણ જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ તેમનું મોત નીપજ્યુ હતુ.

વેઇટરે બરફ કાપવાના હથિયારથી લૂંટના ઇરાદે હત્યા કરી નાંખી હતી. વેપારીની હત્યા બાદ વેઇટર રુપિયા ભરેલી બેગ, હાથમાં પહેરેલી રાડો બ્રાન્ડની ઘડિયાળ અને વિંટી લઇને ભાગી ગયો હોવાનુ સામે આવ્યુ છે.

પરિવારને આ અંગેની જાણ થતા મુંબઈ આવવા રવાના થયા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. આખા આહીર સમાજમાં શોકનો માહોલ છવાયો છે. ખુબ જ ઢીલા હૈયે સમાજ અને પરિવારની હાજરીમાં અંતિમયાત્રા કાઢવામાં આવી હતી.