મોરારિ બાપુએ પણ બાગેશ્વર બાબા પર આપ્યુ નિવેદન, જાણો શું કહ્યુ?

બાગેશ્વર ધામ નાં ધીરેન્દ્ર શાસ્ત્રી આજ કાલ ખુબ જ ચર્ચામાં છે,અત્યારે તેઓ ગુજરાત નાં શહેરોમાં તેના દિવ્ય દરબારનું આયોજન કરી રહ્યા છે. આ સમયે ધીરેન્દ્ર શાસ્ત્રી એ મોરારિબાપુને યાદ કર્યા હતા જેની પ્રતિક્રિયા રાજકોટમાં મોરારિ બાપુ એ પણ આપી હતી.

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારિ બાપુને યાદ કર્યા હતા. ત્યારે આ બાબતે રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા મોરારિ બાપુ એ પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, તે તેમનો મારા પ્રત્યેનો સદભાવ છે. એક સંતે બીજા સંત અંગે આપેલા આ નિવેદનથી ભક્તોમાં પણ ખુશી છવાઈ હતી.

નવા લોકાર્પણ અંગે પણ પ્રધાનમંત્રીની પ્રશંસા કરી હતી. આજે નવા સંસદ ભવનનું લોકાર્પણ આજે દેશભરમાં ખુશીનો માહોલ લાવ્યું છે.