ભાવનગર ડીએસપી કચેરીમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવતા માત્ર 28 વર્ષની ઉમરે થયું મોત

ભાવનગર(Bhavanagar):આજ કાલ હાર્ટ એટેક આવવાના કિસ્સા માં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ ભાવનગરમાં હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે,આ ઘટનાની અંદર એક મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ થયું છે.

ભાવનગર પોલીસમાં ફરજ બજાવતા એક મહિલા કોન્સ્ટેબલ ફરજ પૂર્ણ કરીને પોતાના ઘરે ગયા બાદ મોડી રાત્રીના હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ટુંકી સારવામાં મૃત્યુ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

મૃત્યુ પામેલા મહિલા કોન્સ્ટેબલ નું નામ કવિતા બારૈયા હતું,કાળિયાબીડ ભાખલપરા વિસ્તારમાં રહેતા અને પોલીસમાં ત્રણ વર્ષ પહેલા જ જોડાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ કવિતાબેન આશિષભાઇ ભટ્ટ ,ગત તા. 11-8ના રોજ ડિ.એસ.પી. કચેરી ખાતે 15મી ઓગસ્ટની પરેડનું રીહર્સલ પૂર્ણ કરી ઘરે ગયા હતા.

જ્યાં મોડી રાત્રે તેઓ સુતા હતા તે દરમિયાન તેમને હાર્ટએટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા જ્યાં  ફરજ પરના તબીબે સારવાર બાદ મૃત જાહેર કાર્ય હતા.