મોરારીબાપુએ બગોદરા હાઈવે પર મૃત્યુ પામેલા 11 લોકોના પરિવારજનોને આટલા હજાર રૂપિયાની સહાય કરી…

આજ કાલ વાહન ચલાવવાની બેદરકારીને લીધે અકસ્માતની સંખ્યામાં  ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ એક મોટી અકસ્માતની ઘટના બની હતી જેમાં પરિવારના સભ્યો, ચોટીલા માતાજીના દર્શન કરીને પોતાના ગામડે પાછા આવી રહ્યા હતા અને ક્યારે રસ્તામાં એટલે કે હાઈવે ઉપર આ પ્રકારની મોટી દુર્ઘટના થવા પામી હતી. આ પ્રકારની અત્યંત કરુણ માર્ગ અકસ્માતની ઘટનાની અંદર પીકપ વાન ના ડ્રાઇવર સહિત કપડવંજ તાલુકાના સુણદા ગામના 11 લોકોના મૃત્યુ થયા હતા.

અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે  મોરારીબાપુ તરફથી  રૂપિયા 15000 લેખે કુલ મળીને રૂપિયા એક લાખ ૬૫ હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. જે નડિયાદ અને કપડવંજ સ્થિત રામકથા શ્રોતાઓ દ્વારા પહોંચાડવામાં આવશે.

પૂજ્ય મોરારીબાપુ એ તમામ મૃતકોના નિવારણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલાસો પાઠવ્યો છે. આ અકસ્માતમાં 11 લોકો મૃત્યુ પામ્યા છે જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.