રાજકોટમાં 5 વર્ષના દીકરા અને 6 માસની દીકરીનો જીવ લઇ મહિલાએ પોતાનું જીવન ટુકાવ્યું.

રાજકોટ(Rajkot):દિવસે ને દિવસે સહનશક્તિ ખુબ જ ઘટી રહીં છે,તેથી આપઘાતના કિસ્સા ખુબ જ વધી રહ્યા છે.રાજકોટ માં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.મહિલાએ તેના બાળકોનો જીવ લીધા બાદ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મહિલાના સંસારમાં લાગેલી આગનો ભોગ બે માસૂમ બાળકો પણ બન્યા છે.

એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં આ ઘટના બની છે. માતાએ  પોતાના જ બાળકોની હત્યા કર્યા બાદ જીવન ટૂંકાવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘરમાંથી 5 વર્ષના દીકરા અને 6 માસની દીકરીની લાશ પણ મળી આવી છે.  પાડોશીઓ તથા આસપાસના વિસ્તારના લોકોમાં ખુબ જ આશ્ચર્ય  માસૂમ બાળકો સાથે જે થયું તેના લીધે લોકો ભારે દુઃખી છે.મૃતક મહિલાની તેના પતિ સાથે બોલાચાલી થયા બાદ આ અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મહિલાના પતિ અને તેમના પરિવારના અન્ય સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવશે.