રાજકોટમાં બાગેશ્વર બાબા પાછળ ભાજપ-ઉદ્યોગપતિઓ થયા ઘેલા પૂર્વ CM રૂપાણી રાતે 11 વાગ્યે અંગત રીતે મળ્યા.

રાજકોટ(Rajkot):બાગેશ્વર બાબા આજકાલ ખુબ જ ચર્ચામાં છે.બાગેશ્વર બાબા આજ કાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે.રાજ્ય નાં મોટા મોટા શહેરોમાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ભાજપ અને ઉદ્યોગપતિઓ બાબા પાછળ ઘેલા હોય એવો ઘાટ જોવા મળ્યો હતો. 31 મેના રોજ રાત્રે 10.30 વાગ્યે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાબા બાગેશ્વરના આશ્રયસ્થાને આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.

ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, રાજકોટનાં ભાજપનાં ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, ઉદ્યોગપતિ મૌલેશ ઉકાણી પણ બાબાને મળવા દોડી ગયાં હતાં.

વિજય રૂપાણી પણ બાબાના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા.કોર્પોરેટર નેહલ શુક્લ પણ જોવા મળ્યા હતા.ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દર્શન કરવા નેતાઓ અને ઉદ્યોગપતિઓની લાઈન લાગી હતી.બુધવારે સાંજના 7 વાગ્યે રાજકોટ પહોંચ્યા હતા, આ પછી એરપોર્ટથી સીધા તેમના આશ્રયસ્થાન અમીનમાર્ગ સ્થિત કિંગ્સ હાઈટ્સ પહોંચ્યા હતા.

રાજકોટના આશ્રયસ્થાન કિંગ્સ હાઈટ્સ પહોંચતાંની સાથે જ પ્રથમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આરામ કર્યો હતો અને બાદમાં રાત્રિના 9 વાગ્યા બાદ નેતાઓ, ઉદ્યોગપતિઓ અને આયોજકોને મળ્યા હતા.લોકસાહિત્યકાર રાજભા ગઢવી, દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેક, જામનગરના ઉદ્યોગપતિ મેરામણ પરમાર સહિતના લોકોએ અંગત રીતે બાબાને મળીને આશીર્વાદ લીધા હતા.