સુરતમાં પતિને છોડી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઇ પ્રેમી સાથે રાજસ્થાન ભાગી જઈને પુત્રને પાણીના ખાડામાં નાખી દીધો હતો.

સુરત(surat):સુરતમાં હાલ ચોકાવનારી ઘટના સામે આવી છે,પતિને છોડી મહિલા ત્રણ વર્ષના પુત્રને લઇ પ્રેમી સાથે 25 દિવસ પહેલાં રાજસ્થાન ભાગી ગઈ હતી.પોલીસે મહિલા અને પ્રેમીની ધરપકડ કરી ત્રણ વર્ષના બાળક વિશે પૂછતા તેમણે ભાગતા પહેલાં જ સુરતમાં હત્યા કરી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે પાણીના ખાડામાં નાખી ભાગી છુટ્યા હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ,સરથાણા વિસ્તારમાંથી અજીબ હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં ત્રણ વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. પતિને છોડી મહિલાએ પ્રેમી સાથે ભાગવા માટે ત્રણ વર્ષના બાળકની ક્રૂર હત્યા નીપજાવી હતી.

મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાનું આદિવાસી શ્રમિક દંપતી સુરતના સરથાણાના ગઢપુર વિસ્તારમાં આવેલી બાંધકામ સાઈટ પર કામ કરતું હતું. પતિ પત્ની તેના ત્રણ વર્ષના બાળક સાથે બાંધકામ સાઈટ પર મજૂરી કામ કરતો હતો. આ દરમિયાન મહિલા લીલાને આ જ બાંધકામ સાઈટ પર કામ કરતા અન્ય રાજસ્થાનના આદિવાસી અજય નામના યુવક સાથે પ્રેમ થયો હતો. જેને લઇ બંને પતિને જાણ ન થાય તે રીતે ત્રણ વર્ષના બાળક સાથે નાસી છૂટ્યા હતા.

આજ કાલ સમય ખુબ જ ખરાબ થઇ રહ્યો છે, રિણીત પ્રેમિકા લીલા અને પ્રેમી અજયએ રાજસ્થાન પોલીસને જણાવ્યું હતું કે, સુરતના સરથાણા વિસ્તારની બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. ત્યાં પાણીનો ખાડો હતો. બંને પ્રેમી પ્રેમિકાએ અનૈતિક સંબંધમાં ત્રણ વર્ષના બાળકની હત્યા કરી પાણીના ખાડામાં દફનવી ફરાર થઈ ગયા હતા.

આ ઘટના બનતા જ રાજસ્થાન પોલીસે સરથાણા પોલીસની મદદ મેળવી મહિલા લીલા અને તેના પ્રેમી અજય સામે અપહરણ બાદ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.