સુરત(Surat):રાજ્યભરમાં આપઘાતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક સુરત શહેરમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે.,શહેરના કાપોદ્રામાં 32 વર્ષીય બંધન બેંકના મેનેજર રાકેશ નવાપરિયાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો હતો.
મળતી માહિતી મુજબ,મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વતની 32 વર્ષીય રાકેશભાઈ તળશીભાઈ નવાપરિયા હાલ કાપોદ્રા વિસ્તારમાં આવેલ સુખસાગર એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહેતો હતો. રાકેશભાઈના લગ્ન થાય ન હતા, રાકેશ બંધન બેંકમાં મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
ઘરેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં લખ્યું હતું કે, ‘સોરી…સોરી… ભાઈ હું માનસિક રીતે એટલો કંટાળી ગયો હતો કે, મારે આ પગલું ભરવું પડ્યું, વંશીને હું બહુ મિસ કરીશ જે મને રોજ રમાડવાની મજા આવતી, બાનું ધ્યાન રાખજો અને ભાભીનું પણ, મારી એક ભૂલ બધાને નડી. આથી હું આ પગલું ભરૂ છું. મારા બંધાયને જયશ્રી ક્રિષ્ના. બંધન બેંકમાં 20 લાખનું ઇન્સયોરન્સ કવર છે. એચડીએફસીમાં હોમ લોનનું પણ કવર છે. એસબીઆઈમાં 20 લાખનું એક્સિડન્ટ કવર છે.’