સુરતમાં ઘરેથી ચા પીવા નિકળેલા એક યુવકની છરાના ઘા ઝીંકીને હત્યા, મિત્રની હાલત પણ ગંભીર.

સુરત(surat):સુરતમાં અવાર નવાર હત્યના કેસ સામે આવતા હોય છે,તેમજ દિવસે ને દિવસે હત્યના કેસમાં વધારો થઇ રહ્યો છે,હાલ સુરતમાં મારા મારીને લીધે વધુ એક કિસ્સો હત્યાનો સામે આવ્યો છે,પાંડેસરા વિસ્તારમાં ચપ્પુના ઘા ઝીંકી યુવાનને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.

તેમના સાથી મિત્રને પણ ચપ્પુના ઘા મારતા તેમની ગંભીર હાલત થઇ છે. મહત્વનું છે કે મૃતક યુવાન અને તેનો મિત્ર રાત્રિના સમયગાળા દરમિયાન ચા પીવા ગયા હતા. જ્યાં ઝઘડો થતા પરત ફરતી વેળાએ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સારવાર દરમિયાન યુવાને દમ તોડી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.

પ્રિયંકા ચોકડી પર 23 વર્ષીય  રાજ અભિમન્યુ નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે.  રાત્રીના સમયગાળા દરમિયાન ચાની દુકાન ચલાવતો યુવક મિત્રો સાથે ચા પીવા ગયો હતો. જ્યા ચાની લારી નજીક ઝઘડો થતો હોવાથી આ દ્રશ્યો જોઈ પરત ફરતા ફરી રહ્યા હતા.

ત્યારે બે બાઇક ચાલકોએ પીછો કર્યો હતો અને યુવાનના બાઇકને ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં અજાણ્યાં શખ્સો રાજ સહીત બે મિત્રોને ચપ્પુના ઘા માર્યા હતા. જેમાં રાજનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હુમલાખોરને જોઈ અન્ય એક મિત્ર ભાગી જતાં તેમનો બચાવ થયો છે.

રાજને છરાના ઘા ઝીંક્યા હતા જ્યારે તેના મિત્ર પર પણ છરા વડે હુમલો કર્યો હતો. જેથી બન્નેને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સારવાર દરમિયાન જ રાજનું મૃત્યુ થતા  પરિવાર પર આભ તૂટી પડ્યું હતું, પાંડેસરા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.