દીકરીના માં બાપ ચેતી જજો,સુરતમાં પડોશીએ એકલતા જોઈ 10 વર્ષની સગીરાને રૂમમાં લઇ જઈને જાણ થી મારી નાખવાની ધમકી આપીને કર્યું એવું ક્ર્ત્ય કે ધ્રુજી જશો.

દિવસે ને દિવસે દુષ્કર્મના કેસ વધતા જાય છે,સુરતના માંગરોળ તાલુકાના એક ગામમાં પાડોશીએ જ 10 વર્ષની માસૂમ બાળા પર નજર બગાડી હતી. આરોપીએ બાળાને રૂમમાં લઇ જઈ શારીરિક અડપલા કર્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે ગણતરીની કલાકોમાં હવસખોર પાડોશીને પકડી લીધો છે.

સુરત જિલ્લામાંથી ખુબ જ  શર્મસાર ઘટના સામે આવી હતી. માંગરોળ તાલુકાના એક ગામમાં 10 વર્ષની સગીરા તેની બહેન સાથે એકલી ઘરે હતી તે દરમિયાન બાજુની રૂમમાં જ રહેતા 48 વર્ષીય પાડોશીએ સગીરાની બહેનને પૈસા આપી દુકાન પર મોકલી આપી હતી, અને એકલતાનો લાભ લઈને 10 વર્ષની સગીરા પર નજર બગાડી તેને રૂમમાં ખેંચી ગયો હતો.

સગીરાએ અવાજ કરતા તેણે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.પોતાની સાથે ખુબ જ ખરાબ વ્યવહાર થયો હોવાની જાણ થતા જ તે ધ્રુજી ઉઠી હતી, અને પોતાની માતાને સમગ્ર કૃત્યની જાણ કરતા તેઓની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દોડી આવ્યા ગયા  ફરિયાદના આધારે કોસંબા પોલીસે 48 વર્ષીય કલ્લું હરિશંકર ગૌડ નામના નરાધમને દબોચી તેની વિરૂદ્ધ કાર્યવાહી હાથધરી છે.