આસ્થા ..ઓ આસ્થા..
અહીંયા આવ તો ,મને એક સારી કડક ચા બનાવીને પીવડાવ. એ છોકરી…રમાદેવી પોતાની પૌત્રી આસ્થાને સાદ પાડીને કહે છે..
રમાદેવી આનંદ ભુવન ના મુખીયા હતા. તેણે પોતાના પતિ લક્ષ્મીકાંત સાથે પોતાની જિંદગી શરૂ કરી હતી .પરંતુ લક્ષ્મીકાંત તો પોતાની જવાનીમાં જ મૃત્યુ પામ્યા અને પોતાના બે અનમોલ રતન દીકરો સાગર અને દીકરી સેજલ ની જવાબદારી રમાદેવી પર છોડતા ગયા. રમાદેવી વધારે ભણેલા લખેલા ન હતા જેથી કરીને બહારની દુનિયાને તે વધારે સમજી શકતા ન હતા .પણ રમાદેવી તેજ અને કડક હોવાને કારણે પોતાનું કામ બધા પાસેથી આસાનીથી કરાવી લેતા હતા.
એ જ તેજ થી રમાદેવી એ પોતાના દીકરા અને દીકરીના લગ્ન પણ કર્યા ..દીકરી ના લગ્ન તો સારા ઘરમાં કર્યા અને દીકરા માટે પણ સર્વગુણ સંપન્ન વહુ લાવ્યા.. તે પણ બધા કામમાં એક નંબર પરંતુ ભણેલી તો તે પણ ન હતી..
રમાદેવી આમ પણ ભણતરને કોઈ ખાસ મહત્વ નહોતા આપતા.. તેણે ના તો પોતાની દીકરીને ભણાવી હતી ..અને ના ક્યારેય વહુ ને ભણાવવાની કોશિશ કરી.
પણ રમાદેવી ની વહુ નિત્યાને ભણતરના મહત્વની ખબર હતી.. એટલા માટે જ તે બધી જ કોશિશ કરતી કે તે અને તેનો પતિ તો ભણેલા ન હતા પરંતુ તેના બાળકો ભણે.
નિત્યા ઘરે જ રહેતી અને સાગર કમાવા માટે આજુબાજુ નાનું મોટું કોઈ પણ કામ મળે તેને કરતો હતો.. આમ કરતા કરતા જ નિત્યા એ પોતાના બંને બાળકો યજ્ઞ અને આસ્થાને ભણવા માટે સ્કૂલમાં એડમિશન લીધું.. જેના પર રમાદેવી નારાજ પણ થઈ ગયા. અને તેણે પોતાની પુત્રી આસ્થાને ન ભણાવવાની જીદ કરી… એના માટે ભણતર જેવી વસ્તુ ફક્ત પુરુષ પ્રધાન માટે જ બની હતી પરંતુ નિત્યાના ખૂબ જ જીદ કરવાથી તેણે આસ્થાને આઠ ધોરણ સુધી ભણવાની પરવાનગી આપી..
અને થોડા દિવસ પહેલા જ આસ્થાની ધોરણ આઠ ની પરીક્ષા પણ પૂરી થઈ ગઈ અને તે સારા પરિણામથી પાસ થઈ.
આસ્થા, ક્યાં રહી ગઈ છે આ છોકરી?
ઉતાવળ રાખીને ચા બનાવી આપ.. રમાદેવીએ ફરીથી સાદ કર્યો.
આ લ્યો ,મમ્મીજી તમારી ચા.. નિત્યા એ ચા નો કપ હાથમાં આપતા કહ્યું..
અરે ..આસ્થા ક્યાં ગઈ? આજે સવારથી જ મારા નજરમાં નથી આવી. રમા દેવી એ ફરીથી બધી બાજુ નજર ફેરવીને પૂછ્યું..
મમ્મીજી, આસ્થા તો સ્કૂલે ગઈ છે. આજે તેના નવા ધોરણ નો પહેલો દિવસ છે એટલા માટે..એને ખુશી જ એટલી હતી કે તે વહેલા જ સ્કૂલે જતી રહી..નિત્યાએ માથું નીચે રાખીને કહ્યું…
વાહ ..રે ,,વહુ મેં તો ખાલી આંગળી આપી ત્યાં તો તું પૂરો હાથ જ પકડવા લાગી. ધોરણ આઠ સુધી ભણવાની પરવાનગી આપી હતી એ પણ તારા જીદના લીધે ..જે એણે પૂરુ કરી લીધું હવે એને સ્કૂલ શા માટે જાવું છે ???એને કરવાનું તો તે જ છે જે બધી છોકરીઓ કરે છે . શું ભણી ગણીને છજ કે કલેક્ટર બનવાની છે રમાદેવીએ કહ્યું..
મારી વાત માન તો આ ભણતરમાં વધારે પૈસા નો ખર્ચ ના કરીશ.. શું કરશે વધારે ભણીને??? ઘરનું કામ શીખવાડ આગળ જઈને તેને જ કામ આવશે ..છોકરી છે બીજાના ઘરે જાય છે ત્યાં કામ નહીં કરે અને ભણતર લઈને જાશે તો તેને કોણ રાખશે ??તેના ઘરેથી બીજા જ દિવસે કાઢી મૂકશે.. રમાદેવી એ તીખા અવાજથી કહ્યું..
તો હિંમત કરીને નિત્યાએ કહ્યું મમ્મીજી છોકરી છે એટલા માટે જ ભણવાનું વધારે જરૂરી છે. જો ભણેલી ગણેલી નહીં હોય તો આજની આ બદલતી દુનિયામાં રોજ કશું ને કશું નવું બનતું જ રહે છે એના વિશે એને કેવી રીતના સમજણ પડશે.. તમે અને હું ભણ્યા નથી એટલા માટે જ અત્યારે અહીંયા છીએ ..પણ હું મારા છોકરાઓ માટે એવું નથી વિચારતી ..હું વિચારું છું કે તે ભણી ગણીને દુનિયાની સાથે કદમ થી કદમ મેળવીને ચાલે …જ્યારે હું છોકરા ને ભણાવી શકું તો છોકરીને શા માટે નહીં. આજના જમાના ની છોકરીઓ તમે જ જુઓ ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગઈ છે ..ચાંદ ,ઊંચામાં ઊંચું શિખર, ઓફિસ, ઘર આ બધું એક સ્ત્રી પોતાના દમ પર ચલાવે છે..
ભણતર તેને ખરાબ નહીં પરંતુ સમજદાર અને વસ્તુઓ માટે જવાબદાર બનાવશે . તે ભણેલી હશે તો કાલે કોઈ સંકટ આવે તો તે પોતાના પગ પર જાતે જ ઊભી રહી શકે છે .તેને બીજાનો સહારો લેવાની જરૂર નહીં પડે.
ભણેલી ગણેલી દીકરી એક નહીં બે ઘરને ચલાવે છે અને ભણ્યા વગરની એક ઘરને ચલાવે તો પણ ખૂબ જ મોટી વાત છે.
આટલું સાંભળતા જ રમાદેવીજી જોરથી રાડ પાડીને બોલ્યા, તું શું કહેવા માગે છે??? હું ભણેલી નથી તો શું મેં મારા બાળકો અને ઘરને સરખું નથી ચલાવ્યું…
થોડીક બીક સાથે નિત્યાએ પોતાનું માથું હલાવીને કહ્યું મમ્મીજી મારો એ મતલબ ન હતો..
એટલામાં જ એનો દીકરો સાગર પણ આવી ગયો ..બધી વાતો સાંભળીને સાગરે કહ્યું મમ્મી તમે જ કહો પિતાજીના ગયા પછી તમને પરેશાની નહોતી થઈ… પિતાજીએ અમારી માટે ક્યા કેટલું ભેગું કર્યું હતું એની તમને કાંઈ જ ખબર ન હતી.. એના કોઈ પણ હિસાબ ના વિશે તમને કોઈ જાણકારી ન હતી અને જે થોડી ઘણી હતી તે તમારા ભણેલા ના હોવાને કારણે કઈ જ કામની ના રહી.. તમને ઘર અને જાયદાત ની જ જાણકારી હતી .જે પણ તમે લડી જગડી ને લીધું પણ એનાથી તે ખુશી નથી મળતી જે આરામથી વાત કરવામાં મળે છે.. તમે આ બધું કરી લીધું પરંતુ આવું બધા તો નથી કરી શકતા ને.. હું નથી માનતો કે જે દિવસો આપણે જોયા છે તે મારી દીકરી પણ જોવે. ભલે તે જજ કે કલેક્ટર ના બને પણ એટલું જરૂર થશે કે તે પોતાના પર આત્મ નિર્ભર હશે હું મારી દીકરીને એ જ ઉમ્મીદથી ભણાવીશ ..તેને જેટલું ભણવું હશે એટલું .. આજે હું એને ભણાવીશ તો એ પોતાની સાથે પોતાના ભવિષ્યને પણ ભણાવશે તેને તે પોતાના કરતાં પણ વધારે કાબીલ બનાવવાની કોશિશ કરશે.. મમ્મી જ્યારે એક છોકરો ભણે છે તો તે ખાલી પોતાના ઘર સુધી જ રહે છે પણ જ્યારે એક છોકરી ભણે છે ત્યારે તે પોતાની સાથે ઘરની બહાર પણ બધાને ભણાવે છે એટલા માટે જ કહું છું કે ભણતર ખૂબ જ જરૂરી છે. આટલું કહીને સાગર ત્યાંથી ચાલ્યો જાય છે
નિત્યા પણ જવા માટે તૈયાર થાય છે ત્યાં રમાદેવી તેને વચ્ચે જ રોકીને કહે છે કે હું આજ સુધી હું જે ડર અને કમજોરી બધાથી છુપાવતી આવી હતી તે મારા દીકરાએ આજે મને કહીને શીખવાડ્યું કે હું પોતાના જ ભ્રમજાળ જીવતી હતી. હંમેશા એવું વિચારતી હતી કે મેં જે કર્યું તે ખૂબ જ સારું કર્યું પણ આજે લાગી રહ્યું છે કે મેં ખોટું કર્યું.. જો હું ભણેલી હોત,, કે મેં મારા બાળકોને ભણાવ્યા હોત તો આજે તેને આમ બધી જગ્યાએ રખડવું ના પડતું અને તે કોઈ સારી જગ્યાએ નોકરી કરતા હોત.
નિત્યા એ પોતાની સાસુનો હાથ પકડીને કહ્યું કશો વાંધો નહીં.. મમ્મીજી જે સપના તમારા છોકરા પુરા ના કરી શક્યા તે હવે તમારી પૌત્રી કરશે.
ભણતર બધા જ માટે ખૂબ જ જરૂરી છે પછી ભલે તે છોકરો હોય કે છોકરી. આપણી સરકારે પણ કેટલા વર્ષો પહેલા જ શિક્ષણ નીતિ ની અંદર બધા જ વર્ણના બાળકો માટે મફતમાં શિક્ષણ લેવાના નિયમ બનાવ્યા છે. છોકરીઓ માટે પણ આઠ ધોરણ સુધીનું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. જેનાથી તે પોતાના માટે સાચા અને ખોટા નો નિર્ણય લઈ શકે સારા ખરાબની ઓળખાણ કરી શકે.. જ્યારે સરકાર આપણી આટલી મદદ કરી શકે છે તો આપણે શા માટે પાછળ રહીયે… આપણુ એક નાનું ડગલું આપણા ઘર પરિવાર ને જ નહીં પરંતુ આપણા દેશને ઊંચાઈની તરફ લઈ જશે.. અને જે દેશને છોકરીઓ વધારે ભણેલી હશે તે દેશ વધારે તેજીથી વિકસિત થશે.