સુરતમાં બે વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા, 5 મહિનામાં જ અપાઈ સજા ..

સુરત (Surat ):સુરતના સચિન વિસ્તારમાં 5 મહિના પહેલા આ બનાવ બન્યો હતો. એક પરિવારની બે વર્ષીય બાળકીને તેના પિતાનો મિત્ર આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ 27 ફેબ્રુઆરીના રોજ બાળકીને રમાડવા આવ્યો હતો અને બાળકીને પોતાની સાથે લઇ ગયો હતો.

બાદમાં બાળકીને અવાવરું જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી હતી. આરોપી સુરત છોડીને ભાગે તે પહેલા જ મોડી રાત્રિએ ઝડપી પાડી ધરપકડ કરી હતી.. આ કેસમાં 11 દિવસમાં 413 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પરિણામે આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસુફ સલીમ હજાદ ફાંસીની સજા નામદાર કોર્ટ દ્વારા ફરમાવી છે.

આ ઉપરાંત બાળકીના પરિવારને 10 લાખની સહાય પણ આપવામાં આવી છે. આ ફાંસીની સજાનો ચુકાદો સમાજમાં એક દાખલા રૂપ ચુકાદો છે.