સુરતમાં પથ્થરના ઘા ઝીંકી બે સંતાનોના પિતાને મોતને ઘાટ ઉતારી આરોપી ફરાર.

સુરત(surat ):દિવસે ને દિવસે સુરતમાં આ શું થઇ રહ્યું છે,વધારે ને વધારે મોત ના કિસ્સા વધી રહ્યા છે.વધુ હજુ એક કિસ્સો સામે આવ્યો છે.પાંડેસરા વિસ્તારમાં એક ઓરિસ્સા વાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે.મૃતકની સાથે રૂમમાં રહેતા તેની સાથી મિત્રએ જ પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અંદાજે 36 વર્ષીય પુનો પોલાઈ લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. ગત મોડી રાત્રે પૂના પોલાઈની તેની સાથે રહેતા રૂમ પાર્ટનરે પથ્થરના ઘા મારી હત્યા કરી દીધી હતી.

ઘણા સમયથી સુરતમાં પાંડેસરામાં વિસ્તારમાં હત્યારા સાથે ભાડાની રૂમમાં રહેતો હતો. પુનો પોલાઈના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે, જેઓ હાલ તેમના વતનમાં રહે છે. પુનાના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

પોલીસે બનાવ અંગે મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી અને હત્યારા રૂમ પાર્ટનર વિરુદ્ધમાં હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.