સુરતમાં પાટીદાર પરિવારે કરેલા સામુહિક આપઘાતનું કારણ આવ્યું બહાર,જાણીને રુવાડા ઉભા થઇ જશે.

સુરત(surat):સુરતમાં યોગીચોક વિસ્તારમાં રહેતા પરિવારના આપઘાતના લીધે આજુબાજુના વિસ્તારમાં શોક નું મોજું ફરી વળ્યું હતું,પરિવારના આપઘાતની પાછળ મોટું કારણ બહાર આવ્યું છે.

વિજયનગર સોસાયટીમાં રહેતા રત્નકલાકારે તેની પત્ની, પુત્ર તેમજ પુત્રી સાથે અનાજમાં નાખવાની દવા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. પરિવારનાં ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે આવેલ દાતાર હોટલ નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ચારેય લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્ર તેમજ પુત્રીનું મોત નિપજ્યું હતું. જયારે તેના પિતા  વિનુભાઈ મોરડીયાનું પણ લાંબી સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

પાડોશીઓના નિવેદનમાં ખુલાસો થયો છે કે પરિવારનો મોટો પુત્ર પાર્થ અભ્યાસ છોડીને કોઈ કામધંધો કરતો ન હતો. દીકરો આખો દિવસ મોબાઈલમાં જ  રહેતો હતો.

પરિવારના સભ્યો મોટા દીકરા પાર્થને કામધંધો કરવાનું કહેતા તે પરિવારના સભ્યો સાથે ઝઘડો કરતો હતો. પરિવાર હીરામાં મંદીને કારણે આર્થિકતંગીનો સામનો કરી રહ્યો હતો. પુત્રના ટેન્શનમાં વિનુભાઈએ પરિવાર સાથે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો છે.

જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો, જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી, આથી આ બન્ને બચી ગયાં છે.