પાસા હેઠળ કાર્યવાહી : સુરત જિલ્લામાં વધુ બે ને પાસા હેઠળ જેલમાં ધકેલાયા

સુરત જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ  સતત વધતા અંતે સમાજના દુશ્મન એવા અસામાજિક તત્વોને ને નાથવા  કડોદરા અને બારડોલીનાં એમ કુલ મળી બે આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી જેલના હવાલે કરવામાં આવ્યા છે. જ્યાં જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કરતા સ્થાનિક પોલીસ વિભાગ દ્વારા આરોપીઓની અટકાયત કરી જેલના હવાલે કરવામાં આવ્યા હતા. અને સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ તથા કડોદરા પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરી પ્રોહીબિઝન અને ખાસ કરી ને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ નાથવા કાર્યવાહી કરાઈ હતી.

 

મળતી માહિતી અનુશાર કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથક હદ વિસ્તારમાં તેમજ બારડોલી પોલીસ મથકનાં  બે આરોપીઓ વિરુદ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા . જે બન્ને આરોપીઓ ની પોલીસે અટકાયત કરી જેલમાં મોકલી આપ્યા છે. જ્યાં કડોદરાનાં શ્રી નિવાસ , ગ્રીન સીટીમાં , મકાન નં . 106 માં રહેતા આરોપી રવિ ઉર્ફે ગોવિંદ રઘુનાથ ખટીકને ઝડપી પાડી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધકેલવામાં આવ્યો છે. જ્યાં બીજી બાજુ બારડોલી તાલુકાના નિઝર ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતો આરોપી આયુષ ઉર્ફે ઝીલું પ્રવીણ માંહ્યાવંશીની પણ અટકાયત કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે.