ચંદ્રયાન-3 અવકાશયાનમાં ત્રણ લેન્ડર/રોવર અને પ્રોપલ્શન મોડ્યૂલ છે. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું.લોન્ચિંગની 16 મિનિટ પછી રોકેટે ચંદ્રયાન-3ને ભ્રમણકક્ષામાં મૂક્યું. લગભગ 40 દિવસ પછી, એટલે કે 23 કે 24 ઓગસ્ટે લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઊતરશે.ચંદ્રયાન-3ના લોન્ચિંગને નિહાળવા માટે ઈસરો-ગેલરીમાં મોટી સંખ્યામાં લોકો હાજર થયા હતા .ચંદ્રયાન-3ના લોન્ચિંગ પહેલાં પીએમ મોદીએ મિશનની શુભેચ્છા પાઠવી હતી. ભારતના અવકાશક્ષેત્રમાં 14 જુલાઈ 2023ની તારીખ હંમેશાં સુવર્ણ અક્ષરોમાં અંકિત રહેશે.
જો આ મિશન સફળ થશે તો ભારત આવું કરનારો અમેરિકા, રશિયા અને ચીન પછી ચોથો દેશ બની જશે. અમેરિકા અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઊતર્યા એ પહેલાં ઘણા અવકાશયાન ક્રેશ થયાં હતાં.2013માં ચાંગ ઈ-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનારો ચીન એકમાત્ર દેશ છે.
જ્યારે પ્રોપલ્શન મોડ્યૂલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. મિશન દ્વારા ISRO એ શોધી કાઢશે કે ચંદ્રની સપાટી કેટલી સિસ્મિક છે, માટી અને ધૂળનો અભ્યાસ કરવામાં આવશે. આ મિશન આપણા રાષ્ટ્રની આશાઓ અને સપનાંને આગળ વધારશે.