ઝાલોદ તાલુકાના બારીયા ફળિયા વર્ગ પ્રાથમીક શાળા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

દાહોદ તા.૦૯

ઝાલોદ તાલુકાના બારીયા ફળિયા વર્ગ પ્રાથમીક શાળા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી
 ઝાલોદ તાલુકાના બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. બાળકો દ્વારા ગામમાં પ્રભાતફેરી કાઢવામાં આવી ત્યારબાદ શાળામાં બાળકોને આદિવાસી દિવસની ઉજવણી વિશે સમજ આપવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર સંઘે આદિવાસીઓના ભલા માટે એક કમિટીનું આયોજન કર્યું હતું જેની બેઠક 9 ઓગસ્ટ 1982 એ થઈ હતી. એના પછી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે.શાળાના બાળકોએ વિવિધ આદિવાસી વેશભૂષા ધારણ કરી પારંપરિક આદિવાસી નૃત્ય કર્યા અને ડીજેના તાલે મન મૂકીને સૌ બાળકો જુમ્યા હતા. ગામમાંથી પધારેલ એસ.એમ.સી સભ્યો ગ્રામજનો બહુ મોટી માત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આમ આજના આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના મુખ્ય શિક્ષક ચેતનભાઇ વસૈયા, રાજેશકુમાર પંચાલ, અમૃતભાઈ કટારા ,ધુળીબેન તંબોલીયા ,રાધાબેન ભાભોર વગેરે ખૂબ જ મહેનત કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય દ્વારા એસ.એમ.સી સભ્યો તેમજ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આમ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક રાજેશકુમાર પંચાલે કર્યું હતું.