ઓડિશાની ટ્રેન દુર્ઘટના બાદ દેશભરમાં બધા જ કાર્યક્રમો રદ થયા,વડોદરામાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર બંધ ન રખાયો.

ત્રિપલ ટ્રેન દુર્ઘટનામાં 300 જેટલા લોકોના મોત નીપજતાં સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં રાજકીય અને બિન-રાજકીય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. પરંતુ, વડોદરા શહેર માં બાગેશ્વર બાબાનો આયોજીત દિવ્ય દરબાર બંધ રાખવામાં ન આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ દુર્ઘટનામાં 300 જેટલા લોકો મોતને ભેટ્યા છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.આ કરુણ દુર્ઘટનાને પગલે કાર્યક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ આજની સમગ્ર સભા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીના આયોજીત દિવ્ય દરબારમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આવનાર હતા. પરંતુ, ઓડિશા ખાતે સર્જાયેલી ગોઝારી ટ્રેન દુર્ઘટનાને પગલે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે આવનાર નથી.ઘણા ઉદ્યોગપતિ પણ આ કાર્યક્રમ માં હાજર રહેવાના હતા,પરંતુ ટ્રેન અકસ્માતને લીધે એ લોકોએ હાજરી આપવાનું બંધ રાખ્યું હતું.

ડોદરામાં આયોજીત બાઘેશ્વર બાબાનો આયોજીત દિવ્ય દરબારનો કાર્યક્રમ રદ કરવામાં ન આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે બાઘેશ્વર ધામ સમિતિના અધ્યક્ષ કમલેશ પરમારનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેઓનો સંપર્ક થઇ શક્યો નથી.

ભાજપાના સહયોગથી બાઘેશ્વાર ધામ સમિતિના અધ્યક્ષ કમલેશ પરમાર દ્વારા બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી સવારથી વડોદરા આવી ચૂક્યા છે.