બાગેશ્વર બાબા નું ભક્તોને ઘેલું ચડ્યું,પરંતુ શું બાબાએ ભક્તોને હડધુત કર્યા? જાણો.

બાગેશ્વરબાબા આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યા છે.પ્લેનમાં અમદાવાદ એરપોર્ટથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સૌપ્રથમ સુરત આવી પહોંચ્યા હતા. સુરતમાં પહેલા દિવસે જ દિવ્ય દરબારમાં ‘ગુજરાતના પાગલો, તમે કેમ છો?’ કહી સંબોધન કયું હતું.

અમદાવાદમાં ગૂપચુપ રાતનો દરબાર યોજ્યો ને રાજકોટની કથામાં ભક્તોને હડધૂત મળી.પહેલા દિવસથી આજ સુધીમાં કોઈ દરબારમાં લોકો પાણી માટે તરસ્યા તો કોઈ દરબારમાં બાળકો ઘરે જવા માટે રડ્યા.

ટ્રેન દુર્ઘટનામાં 300 જેટલા લોકોના મોત નીપજતાં સમગ્ર દેશ આઘાતમાં સરી પડ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર દેશમાં કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે પરંતુ, વડોદરા શહેર ભાજપાના સહયોગથી બાગેશ્વર ધામ સમિતિ દ્વારા નવલખી મેદાન ખાતે આયોજીત દિવ્ય દરબાર બંધ રાખવામાં ન આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રથમ ઘટના બાબાના રાજકોટમાં આવતાની સાથે જ ધક્કામૂકી થતા બાબાની ગાડીમાં ટીંગાઇને ફરતા તેમના બોડીગાર્ડે રાજકોટના ખાનગી સિક્યોરિટી કંપનીના બાઉન્સરને મુક્કો મારી બેહુદુ વર્તન કર્યું.

રાજકોટમાં રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારમાં એક યુવતીની અરજી લાગતા બાબાએ તેને સ્ટેજ પર બોલાવી હતી અને નીચે તેના સંબંધી ઉભા હતા. તેઓ પણ કંઈક કહેવા માંગતા હતા માટે એ યુવતીને નામથી બોલાવતા હતા તો આ સમયે પણ બાબાના બાઉન્સરે એ પ્રૌઢને ધક્કે ચડાવ્યા હતા અને ખુબ જ ખરાબ વર્તન કરી અપમાન કર્યું હતું.

દિવ્ય દરબાર પૂર્ણ કરી બાબા સ્ટેજ પરથી રાત્રીના 11.30 વાગ્યા આસપાસ નીચે ઉતરતા હતા. આ સમયે પણ એક યુવાન બાબાના ચરણ સ્પર્શ કરવા ઈચ્છતો હતો અને ચરણ સ્પર્શ કરી રહ્યો હતો ત્યારે પણ આ બોડીગાર્ડે યુવાનને ધક્કે ચડાવ્યો હતો અને ખુબ જ ખરાબ વર્તન કરી અપમાન કર્યું હતું.