બધા દેવી ધન આપે પણ દડવાની માં રાંદલ ખોળાનો ખુંદનાર આપે છે .જાણો માં રાંદલનો ઈતિહાસ

ભાવનગર (Bhavnagar ):રાંદલ માતાજી સૌરાષ્ટ્રના દડવા ગામે બિરાજમાન છે. દળવા ગામે તેઓ બે જોડી સ્વરૂપે બિરાજેલા છે અને  રાંદલ માતા સૂર્યનારાયણના ધર્મપત્ની છે અને તેઓ રન્નાદે તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભગવાન વિશ્વકર્માના પુત્રી અને યમ અને યમુના ના માતા છે.

સૌરાષ્ટ્ર ના દડવા ગામે સ્થાપિત છે માતાજીનું મંદિર જ્યાં દર નવરાત્રી યજ્ઞ થાય છે રાંદલ માતાના લોટા તેડાય છે અને ચંડીપાઠ પણ  થાય છે. અહીં ગોરાણીઓને જમાડવામાં આવે છે અને બટુક ભોજન પણ કરાવામાં આવે છે.

ખાસ કરીને અહીં દંપતિ સંતાન પ્રાપ્તિની મનોકામના લઈને આવે છે અને તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે.. બાળકોની બાબરી વિધિ કરવામાં આવે છે. અહીં મંદિરની આરતી દર્શન કરવાનો એક લાહવો લેવા જેવો છે. અહીં લોકો  માતાજીને  મનોકામના કરી પ્રાર્થના કરેછે અને તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે