સાળંગપુર મંદિરના તમામ ગેટ બંધ કરાયા,મંદિરની ફરતે પોલીસ કાફલો ગોઠવી દેવાયો,દુર દુરથી આવેલા ભક્તોમાં રોષ.

બોટાદ(Botad): સાળંગપુર હનુમાનના મંદિરે લગાવેલા ભીતસુત્રો ખુબ જ ચર્ચામાં છે,ત્યારે વિવાદમાં શનિવારે એક સનાતની ભક્તે ફરસીના ઘા મારી અને કાળો કલર લગાવ્યો હતો. આ વિવાદ હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે પ્લેટફોર્મ પર હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં ભીંતચિત્રોને લીધે ચાલી રહ્યો છે.

પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ સેથળી ગામના ભૂપત સાદુળભાઈ ખાચર દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

હેલી સવારથી ગેટ બંધ કરાતા ભક્તો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દુર દુરથી આવેલા ભક્તોએ રોષ સાથે કહ્યું કે, વિવાદ જે હોય તે પરંતુ અમે દાદાના દર્શન કરવા આવ્યા છીએ.,મંદિરમાં પ્રાકિંગ વ્યવસ્થા પણ બંધ કરવામાં આવી છે. મંદિર પરિસરના આ નિણર્યથી હરિભક્તોમાં રોષ જોવા મળ્યો છે.

ભીંતચિત્રો પર જે કાળો રંગ લગાવવામાં આવ્યો છે એને દૂર કરવા માટે મંદિરના સેવકો દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.,