વડોદરાના ડેસરમાં ઘરે પરત ફરી રહેલા યુવકના બાઈકને ટક્કર મારી અજાણ્યો બાઇકચાલક ફરાર, એકનું મોત

વડોદરા(vadodara):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક વડોદરામાંથી અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,વડોદરા જિલ્લાના ડેસર તાલુકા ખાતે બે બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે લોકો ખુબ જ ઇજાગ્રસ્ત થતા તેમને  વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ડેસર તાલુકાના ઇટવાડ ગામના મહેન્દ્ર વિજયસિંહ ઠાકોર, અરવિંદભાઈ ગુલાબભાઈ પરમાર અને કિશન ભરતભાઈ પરમાર ત્રણે પોતાની મોટરસાયકલ પર ઘર પરત ફરી રહ્યા હતા,પ્રતાપપૂરા બસ સ્ટેન્ડ નજીક બે મોટરસાયકલ સામસામે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું હતું.

23 વર્ષના કિશન ભરતભાઇ પરમાર નું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે મહેન્દ્રસિંહ વિજયસિંહ ઠાકોર અને અરવિંદભાઈ ગુલાબભાઈ પરમાર બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓની સારવાર ચાલી રહી છે