પાટણમાં એક શખ્સ કર્મચારી અને ટીડીઓને અપશબ્દો બોલી ધમકી આપી હોવાના આક્ષેપો આ અંગેની મળતી માહિતી મુજબ ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન અનારજી ઠાકોર રે.યશવિહાર સોસાયટી , અંબાજી નેળીયું , પાટણ બપોરે અઢી વાગ્યાનાં સુમારે તેમની ઓફીસમાં હતા ત્યારે અત્રેનાં વિસ્તરણ અધિકારી મીનકાબેન સુતરીયાએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે , મારા ટેબલ પર કોઇ અજીતસિંહ આવ્યાં હતા અને હું સરકારી કામકાજ કરતી હતી , ત્યારે તે તેમનાં મોબાઈલમાં મારો વીડિયો ઉતારવા લાગ્યા હતા . જેથી મે વીડિયો બનાવવાની ના પાડી હતી . મારા ટેબલ પર સરકારી કાગળો પડેલા હોવાથી મે મારા હાથથી સરકારી કાગળો ઉપર આડસ કરી હોવાથી આ વ્યક્તિએ ટેબલ પરના કાગળોનાં ફોટો વીડિયો બનાવેલ અને ઓફીસનાં પટાવાળા મંદાબેન હરિશભાઇ રાવલ બીજા એક ટેબલ પર કામ કરતા હોવાથી આ વ્યક્તિએ તેમનાં ટેબલ પર પણ જઇને વીડીયો બનાવતા હતા . પોતાનાં કર્મચારીની ફરિયાદ જાણીને તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર તેમની ઓફીસમાંથી નિકળીને વિસ્તરણ અધિકારીની ઓફીસમાં જતા હતા ત્યાં આ વસઈ ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના પતિ અજીતસિંહ જવાનજી વાઘેલા ઓફીસનાં ટેબલે ટેબલે ફરીને વીડીયો ઉતારતો હતો . જેથી ટી . ડી . ઓ . એ તેમને કહ્યુ કે , તમે આ શું કરો છો ? તેમ કહેતાં એ અજીતસીહે ટી . ડી . ઓ . ને કહ્યુ કે , ‘ તું કોણ છે મને કહેવાવાળી ? ‘ તેમ કહીને અજીતસિહે તેમને મારવા ધસી આવ્યો હતો અને ટીડીઓને ધક્કો માર્યો હોવાનો આક્ષેપ તેમણે ફરિયાદમાં કર્યો હતો આ બનાવ બનતાં લોકો એકઠા થઇ ગયા હતા અજીતસિંહે કહ્યું કે , હું તો બધી કચેરીઓમાં જઇને ફોટા પાડું છું કચેરીમાં આવવાની ના પાડી છે તો ધમકી આપી હતી અન્યોએ પણ આ વ્યક્તિને સમજાવ્યો હતો પરંતુ તે ટીડીઓ સાથે માથાકુટ કરતો હોવાથી ટીડીઓએ પોલીસને જાણ કરતાં પોલીસે આવીને આ વ્યક્તિને લઇ ગઇ હતી ટીડીઓનાં આક્ષેપ મુજબ આ વ્યક્તિએ અગાઉ પણ કચેરીનાં બીજા કર્મચારીઓ સાથે ગેરવર્તન કર્યા હતું