પાટણમાં આખલાઓનો આતંક ભરચક બગવાડા દરવાજા વિસ્તારમાં બે આંખલાઓ શિંગડે ભરાયા પાટણ શહેરમાં રખડતા ઢોરોની સાથે સાથે રખડતા આખલાઓનો ત્રાસ પણ અસહ્ય બની રહ્યો છે ત્યારે અવારનવાર આવા રખડતા આખલાઓ મુખ્ય બજાર માર્ગો પર દ્વંદ યુદ્ધે ચડતા હોય લોકોમાં અફરા તફરીનો માહોલ સર્જાતો હોય છે અવાર નવાર બનતા આવા બનાવો છતાં કુંભકર્ણની નિંદ્રા માં પોઢેલ પાલિકાના સત્તાધીશો દ્વારા રખડતા ઢોરો માટે કે આવા રખડતા આખલાઓ માટે કોઈ નક્કર કામગીરી હાથ ન ધરાવતા સત્તાધિશો સામે પાટણ શહેરીજનોમાં રોસ ભભૂકી ઉઠ્યો છે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે બુધવારની સવારે લોકોની વિશાળ ચહલપહલ વચ્ચે બે રખડતા આખલાઓ એકબીજાને શિંગડે ભરાવી દ્વન્દ યુદ્ધે ચડતા ઘડીભર માટે વિસ્તારમાં હડકંપ મચી જવા પામી હતી તો આવતા જતા વાહન ચાલકો પણ આ બે આંખલાઓના યુદ્ધને લઈને ઘડીભર માટે પોતાના વાહનો રોડ સાઈડ પાકૅ કરવાની ફરજ પડી હતી પાટણ શહેરના ભરચક એવા બગવાડા દરવાજા વિસ્તારમાં બે આંખલાઓ વચ્ચે જામેલા આ યુદ્ધને શાંત પાડવા વિસ્તારના વેપારીઓ સહિત રાહદારીઓ દ્વારા પાણીનો મારો ચલાવી બંને આંખલાઓને ભગાડવામાં આવતા વિસ્તારના રહીશો સહિત વાહન ચાલકોએ રાહતનો દમ લીધો હતો