વોટ્સએપ પર અદ્ભુત ફીચર, હવે ઉબેરનું બુકિંગ થશે મેસેજમાં, ખુબ જ આસાન છે ટ્રીક

વોટ્સએપનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરે છે. ભારતમાં આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર કરોડો યુઝર્સ છે. આનો લાભ લેવા માટે ઉબેર અને વોટ્સએપ ભેગા થયા છે. Uber એક નવું ફીચર ડેવલપ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ WhatsApp દ્વારા કેબ બુક કરી શકશે.

 

આ ફીચર ડિસેમ્બર 2021ની શરૂઆતમાં પણ રજૂ કરવામાં આવ્યું હતું. તે સમયે આ ફીચરનું લખનૌમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દિલ્હી NCRમાં રહેતા લોકોને આ સપ્તાહથી આ સુવિધા મળશે. આની મદદથી યુઝર્સ સરળતાથી કેબ બુક કરી શકે છે. આ સેવા અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે. આવો જાણીએ WhatsApp પરથી કેવી રીતે કેબ બુક કરવી.

 

આ રીતે થશે બુકિંગ

  • સૌથી પહેલા યુઝર્સે ઉબરના બિઝનેસ વોટ્સએપ નંબર પર Hi મોકલવાનો રહેશે.

 

  • અહીં તમારે તમારી અનુકૂળતા મુજબ ભાષા પસંદ કરવાની રહેશે.

 

  • ચેટબોટ તમને પિકઅપ લોકેશન પૂછશે. તમે વોટ્સએપ પરથી તમારું લોકેશન સીધું શેર કરી શકો છો.

 

  • આ પછી તમારે તમારું ડ્રોપ લોકેશન જણાવવું પડશે. તમે તમારી અનુકૂળતા મુજબ ડ્રોપ લોકેશન પણ મોકલી શકો છો.

 

  • હવે તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. ચેટબોટને OTP કન્ફર્મ કરવું પડશે. OTP કન્ફર્મ કર્યા પછી તમારે રાઈડ વિકલ્પ પસંદ કરવો પડશે.

 

  • અહીં તમને વિગતો એડિટ કરવા, રદ કરવા અથવા રાઈડને કન્ફોર્મ કરવાનો ઓપ્શન મળશે.

 

  • આ વિગતોને કન્ફોર્મ કર્યા પછી, તમને વ્હીકલ અને ડ્રાઇવરની વિગતો મળશે.

 

યુઝર્સને શું ફાયદો થશે?

વોટ્સએપ દ્વારા કેબ બુક કરવાની આ સુવિધા સરળ અને સુરક્ષિત છે. સારી વાત એ છે કે આ માટે તમારે અન્ય કોઈ એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં પડે. આ ફીચરની મદદથી તમે કાર, ઓટો અને બાઇક પર તમામ પ્રકારની રાઇડ બુક કરી શકો છો. ઉબરે કહ્યું, ‘અમને સમજાયું કે અમારી સેવાનો વિસ્તાર કરતી વખતે, અમે યુઝર્સને મળવું જોઈએ જ્યાં તેઓ હાજર છે. ભારતમાં તેનો અર્થ વોટ્સએપ છે, જે ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ચેટ એપ્લિકેશન્સમાંની એક છે.