ગદર-2ની સફળતા વચ્ચે ધર્મેન્દ્રએ દર્દ છલકાવ્યુ અને નિવેદન આપતા કહ્યું કે ,,, તેમના પરિવારને ક્યારેય બોલિવૂડમાં કામની યોગ્ય ક્રેડિટ મળી નથી.

સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર-2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. દેઓલ પરિવાર પાસે ઉજવણી માટે બે કારણો છે. જ્યાં એક તરફ દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

ત્યારે બીજી તરફ, તેમના પુત્ર સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ એ પણ 300 કરોડની કમાણીની સાથે-સાથે થિયેટરોમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. આ બધા વચ્ચે ધર્મેન્દ્રએ મોટું નિવેદન આપ્યું છે. ધર્મેન્દ્રએ કહ્યું કે ,,’મારા પરિવારને ક્યારેય તેમનો હક મળ્યો નથી. અમારો પરિવાર ચાહકોના પ્રેમ પર ટકી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં મારા કામ માટે મને ક્યારેય યાદ નથી કર્યા. 1969માં રિલીઝ થયેલી મારી ફિલ્મ ‘સત્યકામ’ માટે પણ મને ક્યારેય કોઈ એવોર્ડ મળ્યો નહોતો.

ઇન્ટરવ્યૂમાં ધર્મેન્દ્રએ કહ્યું કે તેઓ અને તેમના બે પુત્રો સની અને બોબી દેઓલ તેમનું માર્કેટિંગ કરતા નથી. ધર્મેન્દ્રને લાગે છે કે માત્ર તે અને સની જ નહીં પરંતુ બોબી પણ પોતાના માટે ઘણું સારું કામ કરી રહ્યા છે. આમ છતાં તેમના પરિવારના કામને કોઈ સ્વીકારતું નથી. વધુમાં કહ્યું હતું કે , તેમને અને તેમના પરિવારને ક્યારેય બોલિવૂડમાં કામની યોગ્ય ક્રેડિટ મળી નથી