ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન- આપઘાત પાછળનું કારણ જાણીને ચોકી જશો.

આજ કાલ  આપઘાતના કેસમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ વધુ એક  આપઘાતનો કેસ સામે આવ્યો છે,હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધું છે.

ઘરની અંદર માતા અને બહેન કૈક કામ  કરતા હતા ત્યારે યુવકે બીજા રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો.મળતી માહિતી અનુસાર  યુવકે ઘરેલુ વિવાદના કારણે આપઘાતનું  મોટું પગલું ભર્યું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર તો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની હતી,અને તેનું નામ સાહિલ છે.

માતાએ સાહિલને બોલાવ્યો  હોવાથી સાહિલે કઈ જવાબ ન આપ્યો હોવાથી તેઓ રૂમમાં જોવા ગયા હતા,રૂમમાં સાહિલનો  મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ સાહિલની માતા અને બહેને ત્યાને ત્યાં ઢળી પડ્યા હતા.

ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલો સાહિલ સાત ભાઈ બહેનમાં સૌથી નાનો હતો.

મૃત્યુ પામેલા સાહિલના ભાઈના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા., સાહિલના ભાભી રોજ નાની નાની વાતમાં ઘરમાં ઝઘડો કરી રહ્યા હતા. જેના કારણે ઘરના બધા પરિવારના સભ્યો ખૂબ જ પરેશાન રહેતા હતા. બધાને પરેશાન જોઈને સાહિલ વધુ પરેશાન થવા લાગ્યો હતો. જેના કારણે સાહિલે છેલ્લા ત્રણ દિવસથી ખાધું પણ ન હતું. આ કારણોસર સાહિલે આપઘાત કરીને જીવનનો અંત લાવ્યા છે, તેવું કહેવામાં આવી રહ્યું છે.